ખેડૂતોએ વાત્રક ડેમ છલોછલ ભરાય તેવી આશા સાથે કરી સત્યનારાયણ ભગવાનની કથા

અરવલ્લીના માજુમ અને મેશ્વો તેના રુલ લેવલ સ્તર પહોંચવા આવતા જ ખેડુતોને આનંદ છે તો બીજી તરફ અરવલ્લીના મહત્વના જળાશય ગણાતા વાત્રક જળાશય પણ અન્ય જળાશયોની માફક જ છલોછલ ભરાઇ જાય તેવી આશા ખેડુતો સેવી રહ્યા છે. આ માટે વાત્રક જળાશય ખાતે ખેડુતોએ તેમના પરીવાર સાથે સત્યનારાયણ ભગવાનની કથા યોજીને ડેમ છલકાઈ તેવી પ્રાર્થના કરી હતી. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરવલ્લી જિલ્લામાં થયેલા વરસાદ અને ઉપરવાસમાં ખાબકેલાં વરસાદને લઈ જળાશયોમાં નવાનીરની આવક શરૂ થઈ છે.  ત્યારે ઉનાળામાં સિંચાઇ માટે ઉપયોગી એવા મહત્વના વાત્રક ડેમની સપાટીમાં પાછલાં દિવસોમાં સતત વધી રહી છે. ચાલુ વર્ષે ડેમ 61 ટકા જેટલો ભરાઇ ચુક્યો છે. જેને લઈ આસપાસના ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.  આગામી શિયાળામાં રવિ સિઝન દરમિયાન વાત્રક ડેમનું પાણી સિંચાઇ માટે ખેડુતોને મળી રહેવાની પૂરેપૂરી શકયતાનો આશાવાદ પણ થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Dalit activist dies after Self-Immolation; will continue to protest until demands met:Alpesh Thakor

ખેડુતો આશા સેવી રહ્યા છે વાત્રક જળાશય તેની મહત્તમ સપાટીએ પહોંચે એટલે કે છલોછલ પાણીથી ભરાઇ જાય. આ માટે આસપાસના ગામના ખેડૂતો દ્વારા વાત્રક ડેમ પર પરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાન સત્યનારાયણની કથા અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવાર સહિત ખેડૂતોએ ભાગ લીધો હતો અને ચાલુ વર્ષે વાત્રક ડેમ છલોછલ ભરાય એવી પ્રાર્થના કરી હતી. વાત્રક ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે હાલની સપાટી 133.42 મીટર છે.  ચોમાસુ પૂરું થવા આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વાત્રક ડેમ પણ મહત્તમ જળ સપાટીએ ભરાશે એવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વલસાડઃ કપરાડાની તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહથી કોઝ-વે ધોવાયો, જુઓ VIDEO

 
સ્થાનિક ખેડુત રમણભાઈ પટેલ કહે છે કે વાત્રક ડેમ છેલ્લા કેટલાક સમયથી સંપુર્ણ ભરાયો નથી.  જોકે આમ છતાં પણ ડેમમાં સારા પાણીની આવક થઇ છે પરંતુ ડેમ સંપુર્ણ 100 ટકા ભરાઇ જાય તો ખેડુતોને સંપૂર્ણ રાહત થઇ જાય અને એ માટે આજે સત્યનારાયણની કથા પણ કરાઈ હતી. 
 
વાત્રક ડેમ ઇન્ચાર્જ એસ.એન ઝાલા મુજબ ડેમમાં હાલમાં નવા પાણીની આવક સારી થઇ હતી અને જેને લઇને ડેમમાં જળસ્તર વધ્યું છે.  હાલ ડેમ 61 ટકાની સપાટીએ પહોંચ્યો છે. 

New traffic fines witness mixed response from Suratis | Tv9GujaratiNews

FB Comments