અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવાના છે. અર્જુને આ વાતને સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે.

https://www.instagram.com/p/BwmuNENFDOz/?utm_source=ig_embed

બોલીવુડમાં જાણીતા અભિનેતા અર્જુન રામપાલ પિતા બનવાના છે. તેણે આ વાતને પોતાના સોશિયલ મીડિયામાં માધ્યમો પર પણ શેર કરી હતી. ખાસ વાત એ છે કે તેમના લગ્ન થયા નથી. અર્જુને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા એ ગર્ભવતી છે તેવી જાહેરાત સોશિયલ મીડિયામાં કરી દીધી છે. આ પછી બધી જ તરફથી તેમની પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

 

 

અર્જુન રામપાલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે ‘તને પામવું અને ફરી નવી શરુઆત એ કોઈ વરદાનની જેમ છે. આ બાળક માટે આભાર બેબી’ આ તસવીરને બ્લેક એન્ડ વ્હાઈટ મોડમાં શેર કરવામાં આવી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો અર્જુન રામપાલને અભિનંદન પણ આપી રહ્યાં છે.

 

Monsoon 2019: Gujarat gets respite after heavy rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

વકીલે આપ્યા CJIની વિરૂધ્ધના પુરાવા, પોલીસ, CBI અને IBના ચીફને સુપ્રીમ કોર્ટનું સમન

Read Next

મુખ્યમંત્રીએ પોતાના જ મંત્રીઓને આપી ધમકી!

WhatsApp પર સમાચાર