VIDEO: વડોદરા શહેરના BSF જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે

વડોદરા શહેરના BSFના જવાને આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે છેલ્લા નવ વર્ષથી ફરજ બજાવતા હતા. શહીદ જવાન ભારત-બાંગ્લાદેશ સરહદ પર સાઉથ સાલમારા મનકાચરકા જિલ્લા ખાતે ફરજ પર હતા ત્યારે વરસાદી માહોલ દરમિયાન તેમનો પગ લપસી જતા તેઓ નાળામાં પડ્યા હતા. જો કે આ દરમિયાન સાથી જવાનોએ તેમને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમના સાથી જવાનો બચાવવામાં નિષ્ફળ રહ્યા.

READ  Mystery over Sridevi's death: Cops question Boney Kapoor, hotel staff, family members

આ પણ વાંચોઃ પતિ-પત્ની અને મોબાઈલની બબાલઃ પત્ની દિવસમાં માત્ર એક કલાક જ ફોનનો ઉપયોગ કરી શકશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શહીદ જવાનને ત્રણ બાળકો છે, જેમાં બે દીકરી અને એક દીકરો છે. શહીદ સંજય સાધુનો પાર્થિવ દેહ બુધવારે વડોદરા ખાતે લાવવામાં આવશે. શહીદ સંજય સાધુના પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતા હાલ તેમનો પરિવાર શોકમગ્ન છે. BSFમાં જોડાવા માટે શહીદ સંજય સાધુએ પુણેમાં પરીક્ષા આપી હતી. તેઓ PSI તરીકે BSFમાં જોડાયા હતા અને ત્યારબાદ પ્રમોશન મેળવી PI બન્યા હતા. તેમના પિતા ગુજરાત પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments