હવે પાકિસ્તાન અને ચીનને સરહદ પર મળશે જડબાતોડ જવાબ, સેનાએ તૈયાર કર્યો આ ખાસ પ્લાન

યુધ્ધની સ્થિતીમાં પાકિસ્તાન અને ચીનની બોર્ડર પર ત્વરિત કાર્યવાહી અને મજબૂત જવાબ આપવા માટે ભારતીય સેના નવા ઘાતક બેટલ ફોર્મેશનને તૈયાર કરવા જઈ રહી છે. જેને ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સ (IBG)નામ આપવામાં આવ્યું છે. આ ગ્રુપને સૌથી પહેલા આ વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવામાં આવશે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેસ્ટર્ન કમાન્ડ હેઠળ ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સ કન્સેપ્ટનું પરીક્ષણ કરવા માટે એક અભ્યાસ કર્યો. ફોર્મેશન્સ અને કમાન્ડરોની પ્રતિક્રિયા ખુબ સકારાત્મક રહી છે અને આ કારણ થી જ ઓક્ટોબર સુધી પાકિસ્તાનની સરહદ પર 2 થી 3 IBG બનાવવામાં આવશે. ત્યારબાદ ચીનની સરહદ પર પણ IBGનો વિસ્તાર હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દેશના જવાનોએ સરહદ પર દીવડા પ્રગટાવી કરી દિવાળીની ઉજવણી

અભ્યાસ અને પ્રતિક્રિયા વિશે સેના મુખ્યાલયમાં સેનાના 7 કમાન્ડર દ્વારા ગયા અઠવાડિયે યુધ્ધકક્ષમાં વિસ્તારથી ચર્ચા કરી હતી. કમાન્ડરર્સ ઈને ચીફને IBGને તેમના અધિકાર ક્ષેત્રોમાં વિકસિત કરવાની જવાબાદારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Video: પોલીસ હોય તો વડોદરા જેવી, હડતાલમાં બાળકો માટે કર્યું એવું કામ કે બની ગયા આખી દુનિયા માટે ઉદાહરણ

સેનાએ અભ્યાસ દરમિયાન IBGની બે રૂપરેખાઓનું પરીક્ષણ કર્યુ છે. જેમાં એક ઓફેન્સીવ દળનો રોલ ક્રોસ બોર્ડર ઓપરેશન્સમાં આક્રમક ભૂમિકા ભજવવી પડશે. ત્યારે બીજુ ડિફેન્સિવ દળ હશે જે દુશ્મનોના હમલાને રોકવા અને આપણા ક્ષેત્રનો બચાવ કરવા માટે કામ કરશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સેનાનો ઉદ્દેશ્ય આર્મર, તોપ, એન્જિનિયર, કરિયાણું અને મદદગાર એકમોને સંયોજિત કરવાનું છે. જે વાસ્તવિક યુધ્ધ કે અભ્યાસ દરમિયાન સાથે આવે છે. તે એ સુનિશ્ચિત કરશે કે સેનાની નવી ભૂમિ યુધ્ધ સિદ્ધાંતની સાથે IBGને ઝડપથી તૈનાત કરી શકાય. IBGની જવાબાદરી મેજર જનરલના રેંકના અધિકારીઓને આપવાની યોજના છે. પ્રત્યેક IBG દળમાં લગભગ 5 હજાર સૈનિકોની ક્ષમતા હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  VIDEO: ઇડરમાં પ્રથમવાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, રાજયમાંથી ૩૩૧ સ્પર્ધકોએ લીધો ભાગ

IBGને આર્મી દ્વારા ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પારંપરિક યુધ્ધથી લડવા માટે ભારતીય સેનાની યોજનાને પુરી રીતે બદલી દેશે. IBG સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની પહેલનો એક ભાગ છે. જેમાં આર્મીના કામગીરી માળખાને પુન:સ્થાપિત કરવાનું અને યોગ્ય આકાર આપી તેને યુધ્ધની સ્થિતીમાં વધારે પ્રભાવશાળી અને ઘાતક બનાવવાનો પ્લાન છે.

 

Donald Trump along with Melania Trump depart from Andrews Air Force Base for two day visit to India

FB Comments