હવાના પ્રદૂષણના કારણે ગુજરાતમાં થઈ રહી છે હજારો લોકોના મોત!

હવામાં પ્રદૂષણથી માત્ર દિલ્હીના લોકો જ નથી પીડાઈ રહ્યાં. પરંતુ ગુજરાતમાં પણ પ્રદૂષણની પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2017માં ગુજરાતમાં હવાના પ્રદૂષણના કારણે 29,791 લોકોની મોત થઈ હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

બુધવારે જાહેર કરાયેલા Lancet રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં ‘હવાના પ્રદૂષણના કારણે મૃત્યુ, બીમારી અને ઉંમર’ વિષય પરના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

(લાન્સેટ રિપોર્ટ એક વિશ્વસનીય જનરલ મેડિકલ જર્નલ છે.)

આ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે હવાના અત્યંત સૂક્ષ્મ કણો-પી.એમ 2.5 સાથે સંપર્કમાં આવતા લોકો બીમાર પણ પડી રહ્યાં છે. જ્યારે કે હવાના આ અત્યંત સૂક્ષ્મ કણોનું વધતું પ્રમાણ વાહનો, ઉદ્યોગો અને થર્મલ પાવર પ્લાન્ટ ચીમનીના કારણે છે.

આ તો થઈ ગુજરાતની વાત, પણ જો સમગ્ર દેશની વાત કરીએ તો, ભારતમાં પ્રદૂષણના કારણે 1 લાખ 20 હજાર જેટલા લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં તંબાકુના કારણે થતું વાયુ પ્રદૂષણ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ગયા વર્ષે તંબાકુના કારણે થતાં વાયુ પ્રદૂષણથી બીમાર થતાં લોકો કરતાં આ વર્ષે બીમાર પડેલા લોકોની સંખ્યા વધું છે. ભારતમાં દર આઠમાંથી એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નવા અભ્યાસમાં આ ખુલાસો થયો છે.

આ પણ વાંચો: પહેલા પતંજલિ પ્રોડક્ટસ પછી પરિધાન અને હવે ‘પતંજલિ JOBS’! યુવાનોને નોકરીની તક આપવાનો બાબા રામદેવનો માસ્ટર પ્લાન

આ અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે હવાના અત્યંત સૂક્ષ્મ કણો-પીએમ 2.5ના સૌથી વધુ સંપર્કમાં દિલ્હીવાસીઓ આવે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ તેમજ હરિયાણાનો નંબર આવે છે.

આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે વર્ષ 2017માં આશરે 12.4 લાખ મોતની પાછળ હવાનું પ્રદૂષણ જવાબદાર છે. સાથે જ તેમાં વાયુ પ્રદૂષણને દેશમાં થતી મોતની પાછળના સૌથી મોટા કારણોમાંનું એક કારણ ગણવામાં આવ્યું છે.

આ રીસર્ચમાં કહેવાયું છે કે વાયુ પ્રદૂષણના કારણે 18 ટકા લોકોએ સમય પહેલા પોતાનો જીવ ગુમાવ્યો છે અથવા તો બીમાર પડી ગયા છે. જેમાં ભારતનું પ્રમાણ 26 ટકા છે.

ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમા વાયુ પ્રદૂષણનું સ્તર વધુ ઉંચુ છે.

હવાનું પ્રદૂષણ હવે માત્ર શ્વસનસંબંધી બીમારીઓ માટે જ જવાબદાર નથી પરંતું ફેફસાઓના કેન્સર માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર બની રહ્યું છે. દરેક 1 લાખ લોકોએ 49 લોકોના ફેફસાઓના કેન્સરનું કારણ હવાનું પ્રદૂષણ છે જ્યારે કે 62 લોકોની મોતનું કારણ તંબાકુ છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat has become a manufacturing state from a traders' state: PM Narendra Modi in Ahmedabad

FB Comments

Hits: 107

Comments are closed, but trackbacks and pingbacks are open.