અત્યાર સુધીની સૌથી ખર્ચાળ અને મોંઘી હતી 2019 લોકસભા ચૂંટણી, જાણો દરેક મતદાર પર કેટલા રૂપિયા થયા ખર્ચ?

2019 ની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી રહી છે. 7 તબક્કામાં 75 દિવસ ચાલેલી આ ચૂંટણીમાં આશરે 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2014ની ચૂંટણીઓમાં 30 હજાર કરોડનો ખર્ચ થયો હતો જે હવે પાંચ વર્ષ બાદની ચૂંટણીમાં બમણો થઈ ગયો છે. ચૂંટણી ખર્ચનો આ અંદાજ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS) દ્વારા લગાવવામાં આવ્યોં છે. CMSએ સોમવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, 542 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીઓમાં એક સંસદીય બેઠક દીઠ રૂ. 100 કરોડ ખર્ચ થયો છે.

READ  VIDEO: ભાજપના યુવા મોરચામાંથી સસ્પેન્ડ થયા બાદ વિક્કીને થયું બ્રહ્મજ્ઞાન, PI સહિતના અધિકારીઓને આપી હતી ગાળો

જો મતદારોના હિસાબથી જોવામાં આવે તો તે મતદાર દીઠ 700 રૂપિયા ખર્ચ આવશે. આ ચૂંટણીમાં લગભગ 90 કરોડ મતદારો હતા. CMSએ અંદાજ લગાવ્યો છે કે આ ચૂંટણીઓમાં મતદારોને સીધા 12 થી 15,000 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. દક્ષિણના રાજ્યો આંધ્ર, તેલંગણામાં મતદારોને લાંચ તરીકે બે હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોએ 20 થી 25 હજાર કરોડ ખર્ચ્યા હતા.જ્યારે ચૂંટણી પંચે આ ચૂંટણીમાં 10 થી 12000 કરોડ ખર્ચ્યા હતા.

 

READ  અખિલેશનો પોતાના પિતા પર જ કટાક્ષ, '2014માં નેતાજીએ મનમોહન સિંહને આશીર્વાદ આપ્યા હતા, પછી શું થયું તે સૌ કોઈ જાણે છે'

અન્ય વસ્તુઓમાં એને બાબતોમાં 6000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનુ અનુમાન છે. આ ચૂંટણી ખર્ચનો માત્ર અંદાજ છે. ચૂંટણી લડનારા વિવિધ પક્ષો અને ઉમેદવારો હવે તેમના ચૂંટણી ખર્ચનો હિસાબ રાષ્ટ્રીય ચૂંટણી પંચને આપવો જરૂરી છે. ચૂંટણી પુર્ણ થયાના 90 દિવસમાં આ હિસાબ આપવાનો હોય છે.

આ પણ વાંચો: ભરૂચના ઝંઘાર ગામ પાસે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત, મોતના આ દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ VIDEO


છેલ્લાં 20 વર્ષમાં છ ચૂંટણીઓનો ખર્ચ

READ  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણો કયા નેતાઓના ગ્રહની સ્થિતિ છે મજબૂત

1998 – 9000 કરોડ
1999- 10000 કરોડ
2004 -14000 કરોડ
20000-20000 કરોડ
2014 – 30000 કરોડ
2019 – 60000 કરોડ (અંદાજિત)

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments