કાશ્મીરમાંથી કલમ 370 દૂર થઈ, કાશ્મીર માટે આજની તારીખ બની ઈતિહાસ

રાષ્ટ્રપતિએ કલમ 370માં ફેરફારની મંજૂરી આપી છે. દેશના રાજકારણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અમિત શાહની રજૂઆત પર રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. કાશ્મીરમાંથી કલમ 370 અને દૂર થઈ છે. રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની ભલામણને મંજૂરી કરી એટલે કાશ્મીરમાં હવે 370 A સિવાય કોઈ પણ કલમ લાગુ નહી થાય. લદાખ હવે જમ્મુ કાશ્મીરનો ભાગ નહી રહે. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ બનશે અને સાથે લદાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.

READ  FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જમ્મુ કાશ્મીર હવે અલગ રાજ્ય નહી રહે અને અમિત શાહે જમ્મુ કાશ્મીરનું પુન:ગઠન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતિ છે અને રાજ્યમાં ઘણી જગ્યાએ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે તેથી સરકારે આ વિશે ચર્ચા કરવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું દરેક વાત વિશે ચર્ચા કરવા માટે તૈયાર છું. આ પરિસ્થિતીને લઈને જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે.

READ  કાશ્મીરમાં 90ના દાયકાથી બંધ આ સેવાને શરૂ કરવા જઈ રહી છે મોદી સરકાર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments