અરવલ્લીના કોન્સ્ટેબલે 2 લાખ રૂપિયાની લાંચ પણ લીધી અને ACBની સામે જ કારમાં થયો ફરાર

બે લાખ રૂપિયાની લાંચ લઈ ACBના છટકાથી બચવા અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાને ઝડપવા ત્રણ ટીમ બનાવી છે. એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે. તો એક ટીમ કોન્સ્ટેબલના વતન તલોદમાં પહોંચી છે. ભૂતકાળમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ એક વ્યક્તિ પાસે અરવલ્લી LIBના પોલીસ કોન્સ્ટેબલ અગાઉ LCB સહિતની વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. રૂપિયા અઢી લાખની લાંચ ન આપે તો બુટલેગરના ઈતિહાસ ધરાવતા વ્યક્તિને ગુનામાં સંડોવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. રકઝકને અંતે રૂપિયા 2 લાખની લાંચ આપવાનું નક્કી કરી બુટલેગરે ACBનો સંપર્ક કર્યો હતો.

READ  સાંભળો કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલ ધમકાવીને માગે છે લાંચ!, ACBએ કરી કાર્યવાહી

આ પણ વાંચોઃ  રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહના પુત્રને ડ્રગ્સના કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ACBએ છટકું તો ગોઠવ્યું પણ કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાએ પોતાની ચાલાકી વાપરી ફરાર થઈ ગયો. ઘટના મુજબ કોન્સ્ટેબલ અન્ય એક મિત્ર સાથે કાર લઈને લાંચ લેવા આવ્યો હતો. લાંચની રકમ લઈને આવનારને કારમાં બેસાડ્યો, રકમની લેવડ-દેવડ થતા ફરિયાદીએ ACBને સિગ્નલ આપ્યું હતું. પરંતુ ACB કોન્સ્ટેબલને પકડે તે પહેલા જ સતર્ક બની ફરિયાદીને રસ્તામાં ઉતારી રૂપિયા 2 લાખ લઈ ભાગી છૂટ્યો હતો. ACBની ટીમે કોન્સ્ટેબલને પકડવા પીછો કર્યો હતો. પરંતુ બંને લોકો ACBના છટકામાંથી ભાગી છૂટ્યા હતા. ACBએ હવે બંનેને ઝડપી પાડવા ત્રણ ટીમ બનાવી છે.

READ  મોહાલીમાં સાઉથ આફ્રિકા સામે રૂષભ પંતે ફરી એક મોટી તક ગુમાવી, મળશે તેનું પરિણામ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેસની તપાસ કરતી ACBને આશંકા છે કે, આ લાંચ પ્રકરણમાં કોઈ સિનિયર અધિકારીની સંડોવણી પણ હોઈ શકે છે. અને જો પુરાવા મળશે તો ACB તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે. સમગ્ર માહિતી પત્રકાર પરિષદમાં ACBના આસિસ્ટન્ટ ડાયરેકટર ગંભીરસિંહ પઢેરિયાએ જણાવી હતી.

READ  VIDEO: કચ્છના કંડલા ખાતે સ્પેશિયલ ઇકોનોમી ઝોનના ગેટ પર મારામારીના દૃશ્યો CCTVમાં કેદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments