દિલ્હીમાં જીત મેળવ્યા બાદ પ્રથમ વખત કેજરીવાલ અને અમિત શાહ વચ્ચે મુલાકાત

arvind kejriwal and amit shah first meet after delhi election delhi ma jit medvya bad pratham vakhat kejriwal ane amit shah vache mulakat

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી બંને નેતાઓની વચ્ચે આ પ્રથમ મુલાકાત નોર્થ બ્લોકમાં થશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી અને કાયદા વ્યવસ્થા સહિત ઘણી જવાબદારી કેન્દ્ર સરકારને આધીન છે.

Image result for kejriwal amit shah

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સિંગતેલના ભાવમાં ભડકો,1 મહિનામાં ડબ્બે 140 રૂપિયાનો વધારો

કેજરીવાલ સરકારના પ્રથમ કાર્યકાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે સતત ટકરાવ થતો રહ્યો છે. ત્યારે આ વખતે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સહયોગના રસ્તે ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં ગૃહપ્રધાન અમિત શાહે ખુબ જ આક્રમક રીતે પ્રચાર કર્યો હતો. તેમને શાહીનબાગ સહિત ઘણા મુદ્દાઓ પર કેજરીવાલ સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા.

READ  3 મહિનામાં 3 વખત વધ્યા ગેસ સિલીન્ડરના ભાવ, જાણો હવે સબસિડીવાળા અને સબસીડી વગરના ગેસ સિલીન્ડર માટે કેટલા પૈસા ચૂક્વવા પડશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચૂંટણીમાં જીત પછી કેજરીવાલે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભાષણમાં કહ્યું હતું કે તે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. તેમને વડાપ્રધાન મોદીના આર્શીવાદની પણ અપેક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 62 સીટ પર પ્રચંડ જીત થઈ હતી અને ભાજપની 8 સીટ પર જીત થઈ હતી.

READ  જામિયા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં આવી, કેસ કરીશું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મુવાડી ગામે અનુસૂચિત જાતીના લગ્નમાં વરઘોડો અને ડીજે વગાડતા રોકવાની ઘટના, પોલીસે નિવૃત PSI સહિત 15 લોકોની અટકાયત કરી

 

Oops, something went wrong.
FB Comments