દિલ્હી: શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા કેજરીવાલ, જાણો કોની પર કર્યો પ્રહાર?

arvind-kejriwal-broke-silence-on-shaheen-bagh-blamed-bjp-for-it

શાહીનબાગમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની દેશભરમાં ચર્ચા છે. જો કે આ વિરોધ પર કેજરીવાલની અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નહોતી. સોમવારના રોજ કેજરીવાલે શાહીનબાગ પ્રદર્શન પર પોતાનું મૌન તોડ્યું છે અને ભાજપ પર નિશાન તાક્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

arvind-kejriwal-broke-silence-on-shaheen-bagh-blamed-bjp-for-it
શાહીનબાગ વિરોધ પ્રદર્શન, દિલ્હી

આ પણ વાંચો :   શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા

 

 

દિલ્હીમાં ભલે કેજરીવાલની સરકાર હોય પણ દિલ્હી પોલીસ ભારત સરકારના ગૃહ મંત્રાલય અંતગર્ત આવે છે. આમ દિલ્હી સરકાર કેજરીવાલ ચલાવે છે પણ સુરક્ષા દિલ્હી પોલીસ આપી રહી છે. શાહીનબાગ મુદે દિલ્હી પોલીસને પણ કેજરીવાલે એમ કહીને નિશાન પર લીધી છે કે તેઓ ઈચ્છી રહ્યાં છે કે રસ્તાઓ ના ખૂલે. શાહીનબાગનો વિરોધ એવી જગ્યાએ ચાલી રહ્યો છે જેના લીધે એક તરફ આવવા-જવાનો રસ્તો બંધ થઈ જાય છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને હટાવી શકી નથી અને તેના લીધે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે જેથી પ્રદર્શનની ખોટી છાપ ઉભી કરી શકાય આવા આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  JNUSU અધ્યક્ષ આઈશી ઘોષની સામે FIR દાખલ, સર્વર રૂમમાં તોડફોડ કરવાનો આરોપ

 

શું કહીં રહી છે દિલ્હી પોલીસ?
શાહીનબાદ સુધી જવાના રસ્તે દિલ્હી પોલીસ અને નોએડા પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કહીં રહી છે આ બેરિકેડ લોકોની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા છે. જો મોટો ટ્રાફિક અંદર સુધી જશે અને જ્યાં પ્રદર્શન થઈ રહ્યું છે ત્યાં રસ્તો સાંકડો થવાથી અરાજકતા ઉભી થઈ શકે છે. આમ પોલીસે લોકોની સુરક્ષા માટે જ બેરિકેડ લગાવ્યા છે. ત્યારે કેજરીવાલે ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન તાક્યું છે કે તેની પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓએ શાહીનબાગ જવું જોઈએ અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરીને ઉકેલ લાવવો જોઈએ.

READ  કોઈ રાજ્ય CAA અને NPR લાગુ કરવાનો ઈનકાર કરે તો? જાણો અમિત શાહનો જવાબ

 

 

Oops, something went wrong.
FB Comments