દિલ્હી બાદ કેજરીવાલની નજર દેશ પર! જાણો શપથવિધિ બાદ શું નિર્ણય લેવાયો?

arvind-kejriwal-delhi-assembly-election-mission-india Know how it is

આમ આદમી પાર્ટી હવે દિલ્હી પુરતી જ રહેવા નથી માગતી તેવું શપથવિધિની સાંજ થતા થતા સામે આવી ગયું છે. કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. ભાજપના દેશવ્યાપી પ્રભાવને કેજરીવાલે ટક્કર આપી છે તો કોંગ્રેસને દિલ્હીમાંથી ઉખાડીને ફેંકી દેવામાં કેજરીવાલને સફળતા મળી છે. હવે કેજરીવાલને નજર સમગ્ર દેશ પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી હિંસા પર સોનિયા ગાંધીના 5 સવાલ! દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા?

arvind-kejriwal-delhi-assembly-election-mission-india Know how it is

આ પણ વાંચો :   કેજરીવાલના લાલ રંગના સ્વેટરે જીતી લીધું લોકોનું દિલ, જાણો કેટલી છે કિંમત?

 

એક માસ સુધી ચલાવશે અભિયાન
આમ આદમી પાર્ટી દ્વારા આખા દેશમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે અને પાર્ટીની સાથે વધારેમાં વધારે લોકોને જોડવા માટે મિશન ઈન્ડિયાની શરૂઆત કરવામાં આવશે. રાષ્ટ્ર નિર્માણ આ કેમ્પેઈનમાં એક કરોડ લોકોને પાર્ટીની સાથે જોડવાનો પ્લાન બનાવી દેવાયો છે. આ અભિયાનની શરૂઆત 23 ફેબ્રુઆરીથી થશે અને તે એક મહિના સુધી ચાલશે.

READ  'જય શ્રી રામ' બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેવી રીતે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાશે?
આમ આદમી પાર્ટીના શપથ સમારોહ બાદ દેશભરમાંથી આવેલાં પાર્ટીના પદાધિકારીઓની સાથે એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દિલ્હી પ્રદેશ પ્રમુખ ગોપાલ રાયની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને તેમાં નક્કી કરાયું છે કે આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાો દરેક જિલ્લામાં દિલ્હી મોડેલને લઈને જશે અને લોકોને આમ આદમી પાર્ટીની સાથે જોડશે. આ અભિયાન ખાસ કરીને ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ગોવા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચલાવવામાં આવશે. અભિયાન બાદ નક્કી કરાશે કે ક્યાં રાજ્યમાંથી ચૂંટણીમાં પાર્ટીએ ઉતરવું કે જોઈએ કે નહીં?

READ  25 જૂનના રોજ એક APMCમાં એક પાક વેચાયો રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ, એક ક્લિક પર જાણો કઈ APMCમાં કયા પાક વેચાયા સૌથી મોંઘા

 

Oops, something went wrong.
FB Comments