યૂરોપ જેવા હશે દેશની રાજધાનીના રસ્તાઓ, CM અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દેશની રાજધાની માટે એક અન્ય મોટી યોજનાની જાહેરાત કરી છે. તેમને જાહેરાત કરી કે દિલ્હીના રસ્તાઓ વિદેશી રસ્તાઓની જેમ બનાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે રસ્તાઓને પૂરી રીતે રી-ડિઝાઈન કરવામાં આવશે. તેના માટે છેલ્લા કેટલાક વર્ષોથી સખત મહેનત ચાલી રહી હતી. હવે ટ્રાયલ તરીકે દિલ્લીના 9 રસ્તાઓને રી-ડીઝાઈન કરવામાં આવશે.

મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે એક રસ્તાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. 2 રસ્તાનો વર્ક ઓર્ડર આજે આપવામાં આવશે. બાકી તમામ રસ્તાઓના વર્ક ઓર્ડર નવેમ્બર સુધી આપવામાં આવશે. તેમને કહ્યું કે એક વર્ષની અંદર આ તમામ રસ્તાઓનું કામ પૂરૂ થઈ જશે. આ રસ્તા ખુબ જ સુંદર હશે, જેવા યૂરોપિયન દેશોમાં રસ્તાઓ હોય છે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે તેનાથી અકસ્માત પણ ઓછા થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને તેમની સર્જનાત્‍મક અને કલાત્‍મક શક્તિમાં વૃદ્ઘિ થશે

રાજધાની દિલ્હીના 9 રસ્તાઓનું રી-ડીઝાઈન કરવામાં કુલ 400 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. એમ્સથી લઈ આશ્રમ સુધીનો આ પ્રોજેક્ટ કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. જો પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો દિલ્હીના તમામ રસ્તાઓને રી-ડીઝાઈન કરવામાં આવશે.

આ 9 રસ્તાનું રી-ડીઝાઈનિંગ કરવામાં આવશે.

1. વજીરપુર ડિપો ક્રોસિંગથી રિઠાલા મેટ્રો સ્ટેશન સુધી

2. બ્રિટાનિયા ચોકથી આઉટર રિંગ રોડ વેસ્ટ રિંગ રોડ પીતમપુરા

READ  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી ખાતે પહોંચ્યા

3. શિવધાપુરી માર્ગ અને પટેલ રોડ- મોતી નગરથી પૂસા રોડ સુધી

4. વિકાસ માર્ગ- લક્ષ્મી નગર ચુંગીથી કડકડી મોડ

5. નરવાના રોડ-મધર ડેરીથી પંચમહલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

6. રિંગ રોડ-માયાપુરીથી લઈને મોતીબાગ જંક્શન

7. રિંગ રોડ- ઓલ ઈન્ડિયા મેડિકલથી આશ્રમ

8. આંબેડકર નગરથી ડિફેન્સ કોલોની ફ્લાયઓવર

9. આઉટર રિંગ રોડ નિગમ બોધ ઘાટથી મેગઝિન રોડ ક્રોસિંગ

READ  CAA Protest: દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની વચ્ચે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ, કોલિંગ અને SMSની સુવિધા બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુખ્યપ્રધાન કેજરીવાલે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હીના રસ્તાઓમાં સ્પેસ વધારવામાં આવશે. દિલ્હીના રસ્તાઓ પર ફુટપાથ 5-10 ફુટના હશે. તે સિવાય સાઈકલ ટ્રેક પણ બનાવવામાં આવશે. તેમને કહ્યું કે ફુટપાથ પર વૃક્ષો માટે જગ્યા બનાવવામાં આવશે. વચ્ચે જગ્યા છોડવામાં આવશે, સાથે જ ઓટો અને ઈ-રિક્ષા માટે અલગથી જગ્યા અને સ્ટેન્ડ બનાવવામાં આવશે. મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે વિદેશોની જેમ દિલ્હીના રસ્તાઓ પર સ્ટ્રીટ ફર્નિચર પણ નજર આવશે.

 

Oops, something went wrong.
FB Comments