એગ્ઝિટ પોલના લીધે શેર બજારમાં ઉછાળો, નિષ્ણાતો આ 10 કંપનીને આપી રહ્યાં છે પ્રથમ પસંદગી

એગ્ઝિટ પોલના અનુમાનોના લીધે શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. મોદી સરકારના ફરીથી આગમનના અનુમાનથી શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેવી રીતે મોદી સરકારના આગમનના એક અનુમાનથી શેર બજારમાં ભારે તેજી જોવા મળી હતી તેને લઈને એક્સપર્ટે ક્યાં શેરમાં પૈસા લગાવવા જોઈએ તેની સલાહ પણ આપી છે. જોકે આ તારણો તેમને આવેલી તેજીના આધારે મેળવ્યા છે તો નીચેના 10 શેરોમાં ભારે તેજી જોવા મળી છે.

 

1. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા


ભારતીય સ્ટેટ બેંકની ચોખ્ખી આવકમાં પણ વધારો થયો છે અને તેના લીધે રિટર્ન મળવાની અપેક્ષા વધારે રાખવામાં આવતી હોય છે. એગ્ઝિટ પોલ બાદ સૌથી વધારો તેજી આ સ્ટેટ બેંકના શેરમાં જ જોવા મળી છે.

2. આઈસીઆઈસીઆઈ બેંક
આઈસીઆઈઆઈ બેંકની ક્રેડિટ ક્વાલિટીના કારણે તેના શેર બજારમાં ધુમ મચાવી રહ્યાં છે. સ્ટેટ બેંક બાદ સૌથી વધારે તેજી આઈસીઆઈઆઈ બેંકના શેરોમાં જોવા મળી હતી.

3. ટાટા સ્ટીલ

જે રીતે દેશમાં અર્થવ્યવસ્થા આગળ વધી રહી તેના લીધે ધાતુની માગ રહેવાની જ અને આગામી સમયમાં અહીં રોકાણથી લોકોને સારુ રીટર્ન મળી શકે છે.

4. એલ એન્ડી ટી
આ કંપનીના શેરમાં પણ એગ્ઝિટ પોલના અનુમાનો જાહેર થયા પછી ઉછાળો જોવા મળ્યો હતો.

5. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ખાસ કરીને વેલ્યુએશન વધારે આકર્ષક છે અને કંપનીનું એગ્રીકલ્ચર તરફનું ફોક્સ એ સારું પરિણામ અપાવી શકે છે.

6. એચડીએફસી બેંક

એચડીએફસી બેંકના શેરોમાં તેજી જોવા મળી રહી છે અને તેમની ગ્રોથના આધારે રોકાણકારો ખેંચાઈ આવે છે. આ શેરમાં પણ એગ્ઝિટ પોલ બાદ વધારે ઉછાળો જોવા મળ્યો હતો.

7. એચડીએફસી
સ્ટેબલ એસેટ ક્વોલીટી, સારી કોર્પોરેટ સર્વિસના કારણે એચડીએફસી પર નિષ્ણાતો રોકાણની સલાહ આપતા હોય છે.

 

 

8. ટાટા કન્ટલ્સી સર્વિસ
ટાટા કન્ટલ્સી સર્વિસ વધારે ગ્રોથ કરી શકે છે કારણ કે તેનું મેનેજમેન્ટ પણ કોન્ફીડન્ટ છે. જેના લીધે સ્ટોક ખરીદવાની સલાહ નિષ્ણાતો આપતા હોય છે.

9. રિલાયન્સ ઈન્ડ્રસ્ટીઝ

વિવિધ ક્ષેત્રોમાં ખાસ રોકાણના લીધે રિલાયન્સ પર ભરોસો દાખવવામાં આવે છે. જેમ કે કંપની પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ અને ડિજીટલ સેવામાં પણ આગળ આવી રહી છે. તેના લીધે નિષ્ણાતોનું માનવું છે કે કંપની સારુ પ્રદર્શન કરશે.

10. બજાજ ફાઈનાન્સ
બજાજ ફાઈનાન્સની ટૂંકા ગાળામાં વધારે સફળતા જોઈને નિષ્ણાતો આ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપે છે. આગામી સમયમાં આ કંપની પોતાના વધારે હરિફો ન હોવાથી સારું પ્રદર્શન કરી શકશે તેવી આશા સેવાઈ રહી છે.

(નોંધ- આ વિચારો નિષ્ણાતોના છે, માર્કેટમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં તમારે યોગ્ય સલાહ લેવી યોગ્ય છે. )

 

Girsomanth : 8 injured in lightning in Kodinar's Anandpur | Tv9GuajratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ

Read Next

જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?

WhatsApp પર સમાચાર