હુમલામાં અમેરિકાને નુકસાન નહીં, ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ: ટ્રંપ

As long as I am the President, Iran will never be allowed to have nuclear weapon: Trump| TV9News

ઈરાને દાવો કર્યો કે તેમને મિસાઈલ હુમલામાં અમેરિકાના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ બાદ ટ્રંપે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે ઈરાનના હુમલામાં કોઈ અમેરિકનનો જીવ ગયો નથી. તેઓએ કહ્યું કે ઈરાનનું હવે પતન થઈ રહ્યું છે અને તે દુનિયા માટે યોગ્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Howdy Modi: હ્યુસ્ટનમાં શીખ સમુદાય દ્વારા એરપોર્ટના નામ બદલવા મુદ્દે PM મોદીને કરી આ રજૂઆત

આ પણ વાંચો :   ઈરાન અને અમેરિકાનું યુદ્ધ થાય તો ભારતની માથે છે આ 5 મોટા ખતરા, વાંચો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય ટ્રંપે કહ્યું કે છે જ્યાં સુધી તેઓ છે ત્યાં સુધી ઈરાન પરમાણુ રાષ્ટ્ર બની શકશે નહીં. ઈરાનને આતંકવાદ છોડવો જ પડશે. અમે ઈરાનની સાથે એવી સંઘિ કરીશું કે જેના લીધે દુનિયામાં શાંતિ જળવાઈ રહે. ઈરાન દ્વારા દુનિયામાં વધી રહેલાં ટેરર કેમ્પઈનને આગળ વધવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. ઈરાન આતંકવાદના રસ્તે પર ઉતરી ગયું છે અને પરમાણુના આધારે આખા વિસ્તારને નર્કમાં ફેરવી દેવા ઈચ્છે છે. આ સિવાય અમેરિકાએ કહ્યું કે અમે અમારી શક્તિનો ઉપયોગ કરવા નથી માગતા. અમારી સેના અને અમારી વ્યવસ્થા અલગ સ્થિતિમાં છે. અમારી પાસે જે મિસાઈલો છે તેનું નિશાન સટ્ટીક છે.

READ  અમેરિકાના હ્યુસ્ટનમાં મોદી-મોદીના નારા, જાણો વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો સમગ્ર શેડ્યૂલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments