ફલાઈટસની ટિકીટના ભાવમાં વધારો થતા પર્યટન ઉદ્યોગ પર આવી મોટી મુશ્કેલી

જેટ એરવેઝની ફલાઈટો બંધ થવાથી અને ફલાઈટના ભાવમાં લગભગ 25%ના વધારાથી પર્યટન ઉદ્યોગ ચિંતામાં છે. નિષ્ણાંતોના મતે તેના લીધે મોટા પ્રમાણમાં હોટલના બુકિંગ કેન્સલ થવાનું જોખમ વધી ગયુ છે.

પર્યટનના કારોબારથી જોડાયેલી એક સાઈટનું કહેવુ છે કે જેટ એરવેઝની ફલાઈટો બંધ થયા પછી મુંબઈ-હૈદારબાદ, મુંબઈ-દિલ્હીની વચ્ચેની ટિકીટનો ભાવ લગભગ 62%, 52%, અને 49% જેટલો વધી ગયો છે. બેંગલુરૂ-દિલ્હી સેકટરમાં સૌથી ઓછી 10%ની અસર પડી છે.

 

READ  મુકેશ અંબાણી બચાવી શકે છે જેટ એરવેઝ એરલાઈન્સને, લઈ શકે આ મોટું પગલું?

ટ્રાવેલ્સ એજન્ટ એસોશિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સુનીલ કુમારે કહ્યું કે આ મુશ્કેલી ત્યારે આવી છે જ્યારે પીક સીઝન શરૂ થવાની છે. આ મુશ્કેલી આખુ વર્ષ રહેશે. ફલાઈટની ટિકીટમાં ભાવ વધવાને લીધે અમારા બિઝનેસ પર અસર પડશે.

જેટ એરવેઝે તેની તમામ ફલાઈટો બંધ કરી દીધી છે. તેમાં કામ કરવાવાળા 22 હજાર કર્મચારીઓ રાતોરાત રસ્તા પર આવી ગયા છે. દેશ અને વિદેશમાં આ એરલાઈન્સથી મુસાફરી કરવાવાળા લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે. આ એરલાઈન્સ વિદેશોને પણ તેની ફલાઈટ મોકલતી હતી. ઘણા કર્મચારીઓની સ્થિતી એટલી ખરાબ છે કે પૈસાને કારણે ઘણાં લોકો તેમના ઘર વેચવા માટે મજબુર છે.

READ  શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

 

Spurious ghee worth Rs.60,000 seized from Lunawada , Mahisagar | Tv9GujaratiNews

FB Comments