શું ગુજરાતમાં કોંગ્રેસનો સારા દેખાવ અશોક ગહલોતને મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચાડી ગયો ?

રાજસ્થાનમાં પરિણામ આવ્યા પછી મુખ્ય પ્રધાનની પસંદગી માટે નામોની ચર્ચા ચાલી રહી છે. જેમાં પણ હવે અશોક ગહલોતનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. અશોક ગહલોતના શીરે જઈ શકે છે રાજસ્થાનના મુખ્યપ્રધાનનો તાજ. રાજસ્થાનના મુખ્યપ્રધાન પદની રેસમાં ગહલોતનું નામ રેસમાં સૌથી આગળ છે.

રાહુલ ગાંધીની પણ પસંદગી

દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે બેઠખ પછી પાયલટ કે ગહલોત બંનેમાંથી કોઈ એકના નામ પર મહોર લાગવવામાં આવી છે. પરંતુ ગહલોત પર ઝુકાવ વધુ છે. અશોક ગહલોત બે વખત રાજસ્થાનના મુખ્યપ્રધના રહી ચૂક્યા છે. 1998 અને 2008માં તેમણે રાજસ્થાનના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી.

READ  લ્યો બોલો, કેન્દ્રીય મંત્રીને જ નથી મળી રહી રેલવેની કનફર્મ ટિકિટ તો સામાન્ય જનતાની તો શું હાલત થાય ?

આ પણ વાંચો સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત બાકી?

ગુજરાત વિધાનસભામાં કામગીરી

રાજસ્થાનના વરિષ્ઠ અને પ્રભાવી નેતા તરીકે પક્ષના નેતાઓ પર તેમની સારી પકડ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગહલોત પ્રદેશ પ્રભારી હતા. અને ગુજરાતમાં પણ કોંગ્રેસને મજબૂત કરવામાં તેમને મોટો ફાળો રહ્યો. ગહલોત 1980માં પહેલીવાર કોંગ્રેસની ટિકિટથી જોધપુરના સાંસદ બન્યા હતા અને આ જ બેઠક પરથી તેઓ પાંચ વખત સાંસદ તરીકે જીતતા રહ્યા.

ગાંધી પરિવારની નજીક

READ  કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 24 માર્ચે દેશની આ COURTમાં આપવી પડશે હાજરી, જાણો શું છે આખો મામલો ?

માત્ર રાજસ્થાન જ નહીં કોંગ્રેસ હાઈકમાન્ડમાં પણ તેમનો દબદબો રહ્યો છે. ઈન્દિરા ગાંધીથી લઈને રાજીવ ગાંધી સુધી તો પીવી નરસિમ્હારાવના સમયે તેમને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતું. ગાંધી પરિવારની સાથે રાહુલ ગાંધીના પણ તેઓ નજીકના ગણાય છે. જેની સાથે તેઓની પસંદગી થઈ શકે છે. બીજી બાજુ સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે.

READ  આવતીકાલે વિધાનસભાનું એક દિવસનું સત્ર, બાળકોના મોત, ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે સત્ર તોફાની બનવાના એંધાણ

[yop_poll id=”225″]


જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments