ફરી જોવા મળશે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો રોમાંચ, દુબઈમાં ટકરાશે બંને ટીમ

asia cup dubai india and pakistan will play says saurav ganguly fari jova malse India ane pakistan ni cricket match no romanch dubai ma takrashe bane team
ફાઈલ ફોટો

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. બંને દેશોની ટીમ દુબઈમાં સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપમાં જોવા મળશે. તેની જાણકારી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ આપી. તેમને કહ્યું કે આગામી એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન દુબઈમાં થશે અને તેમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળશે.

Image result for india pakistan asia cup

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપ અગ્રણીએ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટરને માર્યો માર, મારામારીના દ્રશ્યો થયા CCTVમાં કેદ, જુઓ VIDEO

સપ્ટેમ્બરમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનને મેજબાન દેશનો દરજ્જો મળ્યો હતો પણ BCCIએ સાફ કરી દીધું હતું કે સુરક્ષાના કારણોને લઈ ભારતીય ટીમ પોતાના પાડોશી દેશનો પ્રવાસ કરી શકતી નથી. ત્યારબાદ આ ટૂર્નામેન્ટને દુબઈમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  BIG DECISION : પુલવામા આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાન પર પહેલો આર્થિક પ્રહાર, 23 વર્ષથી અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો

 

 

એશિયન ક્રિકેટ કાઉન્સિલની 3 માર્ચે યોજાનારી મીટિંગ માટે દુબઈ રવાના થયા પહેલા સૌરવ ગાંગૂલીએ કહ્યું કે એશિયા કપ દુબઈમાં થશે અને ભારત અને પાકિસ્તાનની ટીમ બંને તેમાં ભાગ લેશે. BCCIએ પણ સાફ કરી દીધું કે ટૂર્નામેન્ટની મેજબાની પાકિસ્તાન કરશે તેનાથી તેમને કોઈ પ્રશ્ન નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બોડેલીના રણભૂન ગામ પાસે કોઝવે પર ફરી વળ્યા પાણી, શાળાના બાળકોના જીવ જોખમમાં, જુઓ VIDEO

 

ભારત અને પાકિસ્તાને 2012-13 પછી કોઈ પણ દ્વિપક્ષીય સીરીઝ રમી નથી. ત્યારે પાકિસ્તાનની ટીમ સીમિત ઓવરની સીરીઝ રમવા માટે ભારત આવી હતી. બંને દેશોમાં રાજકીય તણાવના કારણે આ બંને દેશ ત્યારથી માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાની સામે રમતા જોવા મળ્યા છે.

 

Oops, something went wrong.
FB Comments