NRCનું ફાઈનલ લિસ્ટ થયું જાહેર, 19 લાખ લોકોના નામ નહી

અસમમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)નું ફાઈનલ લિસ્ટ જાહેર થઈ ગયુ છે. અધિકારીઓ મુજબ સવારે 10 વાગ્યાથી http://www.nrcassam.nic.in પર તેનું લિસ્ટ જોવા મળશે. આખા રાજ્યમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણી જગ્યાઓ પર 4થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે.

આ સંપૂર્ણ કવાયત તે લોકોને ઓળખાણ કરવાની છે. જે ગેરકાયદેસર રીતે અસમમાં રહે છે. આ લિસ્ટ જાહેર થયા પછી રાજનીતિક રીતે મોટું તોફાન ઉભુ થઈ શકે છે. ત્યારે CM સર્વાનંદ સોનોવાલે લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CM નીતિશ કુમારે વિરોધ વચ્ચે આપ્યું મોટું નિવેદન, કહ્યું બિહારમાં NRCને 'NO ENTRY'

NRC લિસ્ટ જાહેર થઈ ચુક્યુ છે. NRC સેન્ટર પર અધિકારી લિસ્ટ લઈને કાઉન્ટર પર બેઠા છે જેથી જે પણ વ્યક્તિ આવે તે પોતાનું નામ જોઈ શકે છે. જો NRCની ફાઈનલ લિસ્ટમાં તમારૂ નામ નથી તો પરેશાન થવાની જરૂર નથી. NRCથી નામ બહાર થવા પર ફોરન ટ્રિબ્યુનલ્સ (FT)માં અપીલ દાખલ કરવા માટેની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 120 દિવસ કરી દેવામાં આવી છે.

READ  Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલા જ કહ્યું છે કે જે લોકોનું નામ આ ફાઈનલ લિસ્ટમાં નહી હોય તેમને વિદેશી નાગરિક કહેવામાં આવશે નહી. તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કર્યા પછી લોકો ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે. પ્રથમ વખત રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર 1951માં જાહેર કરવામાં આવ્યું હતું. હવે લગભગ 7 દાયકા પછી એક વખત ફરી સુપ્રીમ કોર્ટના આદેશ પર આ લિસ્ટને અપડેટ કરવામાં આવી રહ્યું છે.

READ  નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને "NO ENTRY", NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે NRCના સ્ટેટ કોર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને આ લિસ્ટમાં જગ્યા મળી અને 19 લાખ જેટલા લોકોને બહાર કરી દીધા છે. જે લોકોના નામ આ લિસ્ટમાં નથી તે ફોરન ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments