અસમમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ: ઈન્ટરનેટ બંધ, 5 હજાર જવાન તૈનાત

people-of-assam-protesting-against-citizenship-bill-center-sends-5000-paramilitary-forces

નાગરિકતા સંશોધન વિધેયકનો ભારે વિરોધ નોર્થ ઈસ્ટ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે. પર્યટકોને પરત આવવું પડી રહ્યું છે અને એરપોર્ટના પરિચાલન પર પણ અસર પડી રહી છે. બુધવારનો રોજ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સચિવાલયની પાસે પણ સુરક્ષા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ આ વિરોધના લીધે એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. અંદાજે 20 મિનિટ સુધી તેમને એરપોર્ટ રહેવાની ફરજ પડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ વખતે આલ્ફાન્સો કેરી બજારમાં આવશે મોડી, જુઓ વીડિયોમાં શું કહી રહ્યાં છે ખેડૂતો?

people-of-assam-protesting-against-citizenship-bill-center-sends-5000-paramilitary-forces

આ પણ વાંચો :   અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ મેઘાલય, અસમ અને ત્રિપુરામાં થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુરક્ષાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 5 હજાર જવાનોને નોર્થ ઈસ્ટમાં મોકલ્યા છે. ભારે વિરોધ પ્રદર્શનના લીધે ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. અસમના 10 જિલ્લામાં 24 કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

READ  અન્યાય સામે અને અધિકાર માટે થશે આંદોલન! દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે ફૂંકશે રણશિંગુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

people-of-assam-protesting-against-citizenship-bill-center-sends-5000-paramilitary-forces

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુવાહાટી વિરોધ પ્રદર્શન કરનારાને હટાવવા માટે ભારે લાઠીચાર્જ સુરક્ષા અધિકારીઓએ કર્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. વિદ્યાર્થી સંગઠનની વિવિધ પાંખ આ આંદોલનમાં જ જોડાઈ છે અને તેઓએ સચિવાલયનો ઘેરાવો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પત્થરમારો કરી રહ્યાં છે અને તેમાં એક પત્રકારને પણ ઈજા પહોંચી છે. વિશાળ મોટર સાઈકલ રેલીઓ નિકાળવામાં આવી રહી છે અને અસમમાં નાગરિકતા સંશોધન વિધેયકને લઈને ભારે આગચંપી જોવા મળી રહી છે.

READ  VIDEO: નકલી ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના વેચાણના કૌભાંડનો પર્દાફાશ, જાણો કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો ?

 

 

Oops, something went wrong.
FB Comments