મુંબઈની ફિલ્મ જગતમાં રોજ ડેબ્યૂ થતા હશે પણ 1966થી રાજનીતિમાં સક્રિય ઠાકરે પરિવાર હવે ચૂંટણીમાં કરશે ડેબ્યૂ

મુંબઈમાં ઠાકરે પરિવારના કોઈ સદસ્ય ચૂંટણી નહીં લડતાની પરંપરાને તોડનારા આદિત્ય ઠાકરે આગામી વિધાનસભામાં પોતાનું ડેબ્યુ કરશે. મુંબઈમાં સૌ કોઈ અભિનેતાઓ એક ડેબ્યુ ફિલ્મ માટે વર્ષો સુધી મહેનત કરતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારના સદસ્ય તરીકે રાજનીતિમાં આદિત્ય ઠાકરે ડેબ્યુ કરશે. શિવસેનાની યૂથ વિંગ યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય એ કહ્યું કે, સક્રિય રાજનીતિમાં એન્ટ્ર એક મોટો નિર્ણય છે. પરંતુ મને લોકો પર વિશ્વાસ છે કે, તે મારી સંભાળ રાખશે.

આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. શિવસેનાના હાલના MLA સુનિલ શિંદે આદિત્ય ઠાકરે માટે પોતાની સીટ છોડશે. આદિત્યએ કહ્યું કે, હું માત્ર વર્લી નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં પાર્ટીનું કામ કરીશ. અને મને અમારી જીત પર પુરો વિશ્વાસ છે. રાજનીતિથી લોકોની સાચી રીતે સેવા થઈ શકે છે. મહારાષ્ટ્રની યાત્રા બાદ મને સમજાયું છે કે, હું લોકો માટે કેવી રીતે મદદરૂપ બનીશ.

READ  ફરી અલ્પેશ ઠાકોર સામે આવ્યા અને ભાજપમાં જોડાવવાની વાત પરથી પડદો ઉઠાવ્યો, આવતીકાલે કરશે પત્રકાર પરિષદ

વર્લી શિવસેના માટે સુરક્ષીત બેઠક

શિવસેનાના ઉમેદવાર માટે વર્લી સૌથી સુરક્ષિત બેઠક છે. આ માટે આદિત્યના ડેબ્યુમાં પ્રિપ્લાન તૈયાર કરાયો છે. તો સાથે NCPના પૂર્વ નેતા સચિન આહીર હાલમાં શિવસેના સાથે જોડાયા છે. જેના નેતૃત્વ હેઠળ આદિત્યને જીત માટે મોટી મુશ્કેલી ઉભી થશે નહી. જો કે આ જ બેઠક પર સચિન આહિરને શિવસેનાના ઉમેદવાર સુનિલ શિંદેએ હરાવ્યા હતા. વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના થઈ હતી. જે બાદ ઠાકરે પરિવારના કોઈ સદસ્યએ એકપણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી કે, કોઈ બંધારણીય પદ પર પણ રહ્યા નથી.

READ  અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા 2014ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની જાહેરાત થઈ હતી. જે પછી તેમણે પોતાનું મન બદલી લીધુ હતું. તો આ તરફ શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેએ બાલ ઠાકરે સાહેબને યાદ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતાને વચન આપ્યું હતું કે, તેઓ એક શિવ સૈનિકને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવશે. જો કે બેઠકોની વહેંચણીના કારણે શિવસેના અને ભાજપમાં ગઠબંધન થયું નહોતું. જેમાં ભાજપ 260 બેઠક પર ચૂંટણી લડ્યું હતું. અને 122 બેઠક જીતી હતી. તો શિવસેના 282 બેઠક પર લડીને 63 સીટ જીતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments