મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકાર માટે બીજી એક પરીક્ષા, બહુમત હોવા છતાં ભાજપ દેશે ટક્કર

assembly-speaker-election-in-maharashtra-ncp-congress-bjp

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકાર માટે બીજી એક પરીક્ષા છે. રવિવારે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી યોજાશે. મહાવિકાસ અઘાડીએ કોંગ્રેસના નાના પટોલેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપે કિશન કથોરેને મેદાને ઉતાર્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં તમામ હોબાળા વચ્ચે શનિવારે ઉદ્ધવ ઠાકરેની પહેલી પરીક્ષા પાસ કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મહાવિકાસ અઘાડીએ 288 બેઠકની વિધાનસભામાં 169 મતથી સમર્થન અને બહુમત મેળવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોદી 2 દિવસ ગુજરાતમાં, જાણો શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ? કયા શહેરમાં, કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?

શિવસેના, NCP અને કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધનને બહુમત સાબિત કરવા 145 મતની જરૂર હતી. જો કે, તેમને 169 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. ભાજપના 105 ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. જો કે, 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. અને વોટિંગમાં ભાગ લીધો નહોતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જલારામ બાપા દ્વારા શરૂ અન્નક્ષેત્રને 200 વર્ષ પૂર્ણ, દેશ-વિદેશથી ભક્તો વિરપુરધામ પહોંચ્યા

 

 

રાજ્યપાલનું સંબોધન

સ્પીકરની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે. અને જે બાદ સાંજે 4 વાગ્યે રાજ્યપાલ સદનને સંબોધન કરશે. શિવસેના, કોંગ્રેસ અને NCPને પૂર્ણ ભરોસો છે કે, સ્પીકર બનાવવાની પરીક્ષામાં પણ તેઓ જરૂર પાસ થશે. સ્પીકરની સાથે હવે ઉદ્ધવ સરકારની કેબિનેટ વિસ્તારમાં પણ નજર છે. અનુમાન પ્રમાણે ડિસેમ્બરના અંત સુધીમાં ઉદ્ધવ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે. જેમાં 14 મંત્રી શપથ ગ્રહણ કરી શકે છે.

READ  આજે કોંગ્રેસ સંસદીય જૂથની મહત્વની બેઠક કોણ બનશે વિપક્ષના નેતા, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments