જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે ચૂંટણી જીતેલા ગુજરાતના આ ધારાસભ્યને વિધાનસભા અધ્યક્ષે કરી દીધા સસ્પેન્ડ

મોરવા હડફની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા અધ્યક્ષે કરી દીધા સસ્પેન્ડ

ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને જાતિના પ્રમાણપત્રને લઇને પોતાનું ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું છે. ભૂપેન્દ્ર ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા સભ્યપદ પરથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ જાતિના પ્રમાણપત્રને લઇને વિવાદમાં હતા. આ કેસમાં હાઈકોર્ટે રચેલી સમીતિએ ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી એવું જાહેર કર્યું હતું. જેને પગલે મોરવાહડફના અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી સર્ટીફીકેટ રદ કરવામાં આવ્યું હતું. સમિતિએ જાહેર કર્યું હતું કે, ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી, જેથી તેમને મળેલ આદિવાસી સર્ટીફિકેટ રદ કરવામાં આવે છે.

આ સર્ટિફિકેટ રદ થતા તેમણે આ સર્ટિફિકેટને આધારે ઉમેદવારી નોંધાવીને વિધાનસભામાં જે જીત મેળવી હતી તે પણ જોખમમાં મુકાઈ ગઇ હતી. ભુપેન્દ્રસિંહ ખાંટ પર 2010માં કેસ થયો હતો, તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભુપેન્દ્ર સિંહ ખાંટે ખોટા દસ્તાવેજો રજૂ આદિવાસી બન્યા. તેઓ રાજકીય અને અન્ય લાભ મેળવવા માટે આદિવાસી બન્યા છે.

READ  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે કોંગ્રેસને ઝટકો, 2.83 કરોડની ખનીજ ચોરી કૌભાંડમાં દોષી ઠરતાં MLA ભગવાન બારડ સસ્પેન્ડ

Oops, something went wrong.

FB Comments