એક વખત અધિકારીએ મેડલ નહોતું પહેરાવ્યું, અપમાનનો બદલો લેવા માટે 16 ગોલ્ડ મેડલ જીત્યા!

રમતવીરોમાં એક અલગ ઝૂનુન હોય છે અને આવી ઘટના ઉત્તરપ્રદેશના એથ્લીટ સાથે પણ બની હતી. એક વખત કાર્યક્રમમાં મહાદેવ પ્રજાપતિનું અપમાન થયું અને હાજર રહેલાં ડીએમએ તેમને મેડલ પહેરાવાનો જ ઈનકાર કરી દીધો. એથ્લીટ આ વાત મનમાં લાગી આવી. ડીએમએ ખાલી વેશભૂષા સારી ન હોવાના લીધે એથ્લીટને મેડલ પહેરાવ્યું નહોતું. મહાદેવ આ સમયે ધોતી અને કૂર્તામાં હતા. ડીએમએ એવું પણ કહ્યું કે ખેલાડી તુમ હો યા તુમ્હારા બેટા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   શું Truecaller પોતાના યુઝર્સ માટે ચેતવણી! કંપનીનું આ બગ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે

આ વાત મહાદેવ પ્રજાપતિના મનમાં ઘર કરી ગઈ. મહાદેવ પ્રજાપતિ જણાવે છે કે ડીએમએ મેડલ ગળામાં નહોતું પહેરાવ્યું અને હાથમાં પકડાવી દીધું હતું. આમ સીધું જ અપમાન કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓએ ફરીથી આ રમતજગતમાં આવવાનું નક્કી કર્યું અને ભરપૂર તૈયારી કરી.

READ  23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉત્તરપ્રદેશના ભદોહી અને આજુબાજુના વિસ્તારમાં લોકો પાસેથી આ રમતને લઈને તેઓ પૈસા ભેગા કરતાં હતા. તેમણે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું અને સતત મહેનત કરી. અપમાનનો બદલો તેમણે અનેક મેડલથી લેવાનું નક્કી કર્યું હતું. ડીએમએ એવું પણ કહી દીધેલું કે હવે તમે એથ્લીટ નથી રહ્યાં.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભની દૃષ્ટિએ ખૂબ સારો રહેશે

કેટલાં મેડલ મેળવ્યા?

મહાદેવ સિનિયર ઈન્ટરનેશનલ પ્રતિયોગિતાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું. તેમાં અત્યાર સુધીમાં 16 ગોલ્ડ, 16 સિલ્વર અને 7 બ્રોન્ઝ ભારતને અપાવ્યા છે. તેમણે 2013માં શ્રીલંકા, 2014માં જિયા ગામા, 2015માં ઓસ્ટ્રેલિયા, 2017માં ન્યૂઝીલેન્ડ તેમજ મલેશિયા જઈને ધૂમ મચાવી દીધી. જે અધિકારીએ મેડલ પહેરાવાનો ઈનકાર કરી દીધો હતો તેના બદલે આંતરરાષ્ટ્રીય સ્તરના લોકોના હાથે મેડલ તેમણે પહેર્યા. જો નેશનલની વાત કરીએ તો 8 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તાજેતરની વાત કરીએ તો 6થી જૂલાઈથી 11 જૂલાઈ સુધી યોજાયેલી માસ્ટર ચેમ્પીયનશિપમાં સિંગાપુર ખાતે પણ મહાદેવે ભારતનું નામ રોશન કરી દીધું. જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો અને ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ. હવે તેઓ ઈન્ડોનેશિયામાં યોજાનારી ઈવેન્ટની તૈયારીમાં છે.

READ  VIDEO: સુરત પાલિકાના કર્મચારીએ રસ્તા પર થૂંક્યુ અને લોકોએ તુરંત જ 100 રૂપિયાનો દંડ કરાવ્યો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

પિતાની તબિયત ખરાબ થઈ ગયી હતી આથી તેઓએ સીઆરપીએફની નોકરી છોડવી પડી હતી. 1990માં તેઓએ નોકરીમાંથી રાજીનામું ઘરી દીધું હતું. આમ એક અપમાનનો બદલો તેમણે પોતાની ક્ષમતા બતાવીને લીધો.

 

[yop_poll id=”1″]

 

Gujarat congress starts preparation for Corporation polls | Tv9GujaratiNews

FB Comments