દાઉદ ઇબ્રાહીમથી પણ ખતરનાક અપરાધી બંધ છે દેશની એક જેલમાં, જેલમાંથી કરાવે છે લોકોનું કિડનૅપિંગ, પછી જેલમાં જ ઉતારે છે તેમની ચામડી

એક એવો માફિયા કે જે દાઉદ ઇબ્રાહીમથી પણ ખતરનાક છે. આ માફિયા બિહારની જેલમાં કેદ હતો. તે જેલમાંથી જ લોકોનું કરાવતો હતો કિડનૅપિંગ અને પછી અપહૃત વ્યક્તિની ચામડી ઉતારી લે છે.

આ માફિયાનું નામ છે અતીક અહેમદ. અતીકે ઉત્તર પ્રદેશની દેવરિયા જેલની બૅરેક નંબર 7ને યાતના ગૃહમાં બદલી નાખી હતી. અહીં જ તેનો દરબાર પણ સજતો હતો. આ યાતના ગૃહમાં તેણે 20 મહિનામાં અનેકોની ચામડી ઉતારી લીધી. ક્રાઇમ બ્રાંચે હાલમાં એવા 8 લોકોને શોધી કાઢ્યા છે કે જેમના પર અતીકે અત્યાચાર કર્યો હતો.

તપાસમાં ખુલાસો થયો કે જેલમાં અતીકના દરબારમાં તેના સાગરીતો જેલ કર્મચારીઓની મિલીભગતના કારણે બેખોફ આવતા-જતા હતાં.

માફિયા અતીક અહેમદે ગોમતીનગરના રિયલ એસ્ટેટ કારોબારી મોહિત જાયસવાલનું અપહરણ કર દેવરિયા જેલમાં કેદ કરી ધોલાઈ કરી હતી. અતીકે મોહિતની કંપની પોતાના સાથીઓના નામે કરાવી લીધી હતી. આ બાબતમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે.

દેવરિયા જેલની બૅરેક નં. 7માં 3 એપ્રિલ, 2017થી 31 ડિસેમ્બર, 2018 વચ્ચે અતીક અને તેના સાગરીતોએ અનેક લોકોની ચામડી ઉતારી. જેલમાંથી અતીકના ઇશારે તેના સાગરીતોએ લોકોને યાતનાઓ આપી ખંડણી વસૂલી અને જમીનો પર કબજો કર્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

મોહિત જાયસવાલ પ્રકરણમાં ફરાર અતીકના પુત્ર ઉમર અને સાગરીતોની શોધખોળમાં દરોડા સાથે ક્રાઇમ બ્રાંચે આઠ એવા લોકો વિશે માહિતી એકત્ર કરી કે જેમની ચામડી દેવરિયા જેલની બૅરેક નં. 7માં ઉતારી લેવાઈ હતી. અતીકની દહેશતના પગલે આ લોકોએ પોલીસને ફરિયાદ પણ નહોતી કરી.

‘મને કંટ્રોલ કરવો તમારા માટે આસાન નથી’

દેવરિયા જેલથી ટ્રાંસફર થયેલા માફિયા અતીક અહેમદને જિલ્લા જેલની તન્હાઈ બૅરેક ન ભાવી. અનાપ-શનાપ ડિમાંડ પૂરી ન થતા માફિયાએ જેલર અને બંદી રક્ષકને ઝાડી દિધો.

જેલ સુપરિન્ટેન્ડન્ટ જ્યારે બુધવારે તન્હાઈ બૅરેક પહોંચ્યા, તો અતીક બોલ્યો, ‘શું વિચારો છો ? આ રીતે મને કંટ્રોલ કરી લીધો ? ઊપર સુધી મારી લિંક છે. મને કંટ્રોલ કરવો, તમારા માટે આસાન નથી.’

માફિયાના આવા બેખોફ વ્યવહાર પર જેલ સુપરિન્ટેન્ડન્ટે તેને સંયમતિ વ્યવહાર કરવાની શિખામણ આપી.

જેલ સૂત્રોના જણાવ્યા મુજબ અતીકને બરેલી જેલમાં ખુલ્લાપણું નથી મળી રહ્યું. જેલ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું કે બીજા જ દિવસે અતીકને મળવા એક મુલાકાતી આવ્યો. જેલના એક અધિકારીના જણાવ્યા મુજબ અતીક શરુઆતમાં જ દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. શાસનમાં પોતાનું વર્ચસ્વ બતાવી અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધીને તે દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યો છે.

ઠાઠ-બાઠથી આવ્યો હતો માફિયા અતીક

દેવરિયા જેલથી જે વજ્ર વાહનમાં અતીકને બરેલી લાવવામાં આવ્યો, તેમાં તે કેદીઓની જેમ પાછળ નહોતો બેઠો, પણ તેને ડ્રાઇવરના પાછળ વાળી સીટ અપાઈ હતી. બીજી બાજુ તે જેલની અંદર પણ દેવરિયાની જેમ જ ફરમાઇશો કરી રહ્યો છે.

ખુફિયા વિભાગની ટીમ પણ જેલની આજુબાજુની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. અતીકના સાગરીતો બરેલીમાં ભાડાનું મકાન લઈ રહી શકે છે. તેથી ભાડે રાખનાર મકાન માલિકોને ખાસ હિદાયતો આપવામાં આવી રહી છે.

દેવરિયામાં હતો દબદબો

દેવરિયા જેલમાં અતીકનો દબદબો હતો. જેલના રેકૉર્ડ મુજબ 26 ડિસેમ્બરે અતીકને મળનારાઓમાં મોહિત જાયસવાલ અને સિદ્દીકના નામો નોંધાયેલા હતા, જ્યારે સીસીટીવી ફુટેજ અનેક લોકોની અતીક સાથે મુલાકાતની પુષ્ટિ કરી રહ્યા છે.

તપાસમાં સામે આવ્યું કે દેવરિયા જેલ કર્મચારીઓ અતીકના ઇશારે કામ કરતા હતાં. બૅરેક નંબર 7માં અતીકનો દરબાર લાગતો હતો. દેખાડા માટે બે કે ત્રણ મુલાકાતીઓના નામ જ રેકૉર્ડમાં નોંધાતા હતા, પરંતુ અતીકના સાગરિતો ઘરમાં આવતા-જતા હોય, તેમાં અતીકને મળતા હતાં.

અતીક સાથે જ સાગરિતો પહોંચ્યા

સત્રોનું કહેવું છે કે 3 એપ્રિલના રોજ અતીક દેવરિયા જેલ પહોંચ્યો. તેની સાથે જ તેના સાગરીતો પણ જેલમાં પહોંચી ગયાં. જેલમાં વર્ચસ્વ જોઈ ઘણા અન્ય અપરાધીઓ અતીકના શરણે થઈ ગયાં. અતીકના ઇશારે તેના વિશ્વાસપાત્ર લોકોને જ બૅરેક નંબર 7માં રાખવામાં આવ્યાં. તપાસ કરવામાં આવી રહી છે કે 20 મહિનામાં અતીક સાથે તેની બૅરેકમાં કોણ-કોણ રહ્યું ?

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Priyanka Gandhi will also attend congress working committee's meeting in Gujarat: Amit Chavda- Tv9

FB Comments

Hits: 6261

Comments are closed, but trackbacks and pingbacks are open.