કાયદો ડરે છે : એક એવો ખૂંખાર કેદી કે જેનાથી જેલ સુપરિન્ટેન્ડન્ટ પણ થથરે છે, તેની બૅરકમાં બુલેટપ્રૂફ જૅકેટ અને હેલમેટ પહેરીને જાય છે પોલીસ અધિકારીઓ !

બરેલી જિલ્લા જેલ સુપરિન્ટેન્ડન્ટ યૂ. પી. મિશ્રા દાવારા આપવામાં આવેલાના નિવેદનના જવાબમાં એસએસપી મુનિરાજ જીએ જેલ સુપરિન્ટેન્ડન્ટની સિક્યુરિટી માટે એક ગનરની નિમણુક કરી દિધી છે.

માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહેમદને દેવરિયા જેલમાંથી બરેલી શિફ્ટ કરાયા બાદ બરેલી જિલ્લા જેલ સુપરિન્ટેન્ડન્ટ યૂ પીી મિશ્રાએ પોતાના જાનને ખતરો બતાવ્યો હતો.

એસએસપી મુનિરાજ જીનું કહેવું છે, ‘શનિવારે અમે જેલ સુપરિન્ટેન્ડન્ટની સલામતી માટે એક ગનર નિયુક્ત કરિ દિધો છે. આ ઉપરાંત પીએસીના 30 જવાનો પણ જેલ સંકુલમાં તહેનાત કરાયા છે કે જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને કાબૂમાં કરી શકાય.’

આ પણ વાંચો : દાઉદ ઇબ્રાહીમથી પણ ખતરનાક અપરાધી બંધ છે દેશની એક જેલમાં, જેલમાંથી કરાવે છે લોકોનું કિડનૅપિંગ, પછી જેલમાં જ ઉતારે છે તેમની ચામડી

નોંધનીય છે કે ગત 1 જાન્યુઆરીએ અતીક અહમદના જિલ્લા જેલમાં આવતાની સાતે જ જિલ્લા જેલ સુપરિન્ટેન્ડન્ટે યૂપી મિશ્રાએ ડીએમ વી કે સિંહહને પત્ર લખી તેમને આગ્રહ કર્યો હતો કે તેઓ રાજ્ય સરકારને કહે કે પૂર્વ સાંસદને કોઈ બીજી જેલમાં મોકલી દેવામાં આવે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

યૂ પી મિશ્રાએ પત્રમાં લખ્યુ હતું, ‘જેલ જિલ્લા વડામથકથી લગભગ 20 કિલોમીટર દૂર છે. અહીંથી પોલીસ સ્ટેશન બિથરી લગભગ 5 કિલોમીટર દૂર છે. જેલની બહાર ગ્રામ્ય વિસ્તાર અને ખુલ્લું સ્થાન છે કે જેના કારણે અહીં અપરાધીઓ આસાનીથી પહોંચી શકે છે. જેલ સંકુલમાં રહેતા કર્મચારીઓ અને અધિકારીઓમાં સલામતીની ભાવના સુનિશ્ચિત કર્યા વગર કેદીને શિસ્તમાં રાખવો શક્ય નથી.’

પોલીસ અધિકારીઓએ પહેર્યા બુલેટપ્રૂફ જૅકેટ

પત્ર મળ્યા બાદ ડીએમે ગુરુવારે એક દળને તપાસ માટે મોકલ્યું કે જેમાં એડીએમ, બે એસપી (સિટી અને રૂરલ એરિયા) સાથે જ પોલીસ દળનો સમાવેશ થતો હતો. આ પોલીસ અધિકારીઓએ જેલ સંકુલમાં તે બૅરેકનું નિરીક્ષણ કર્યું કે જ્યાં અતીક અહેમદ બંધ છે. તપાસ દરમિયાન પોલીસને કંઈ પણ વાંધાજનક ન મળ્યું.

ખાસ વાત એ છે કે પોલીસ અધિકારીઓએ જેલ સંકુલમાં દાખલ થતા પહેલા બુલેટપ્રૂફ જૅકેટ્સ અને હેલ્મેટ પહેર્યા હતાં. ત્યાર બાદ શુક્રવારે યૂ પી મિશ્રાએ ડીએમને તેમને એક ગનર અને જેલ સંકુલમાં સુરક્ષા વધારવાની માંગણી કરી. તેમણે ડીએમ સમક્ષ આ વાતનો પણ આગ્રહ કર્યો કે જ્યાં સુધી અતીક અહેમદને ક્યાંય બીજે નથી મોકલાતો, ત્યાં સુધી પીએસીની એક કંપનીની તહેનાતી કરી દેવામાં આવે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: Singer Aishwarya Majmudar joins BJP| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

લોકો ખોવાઈ જાય એ મેળો એટલે ‘કુંભમેળો’ એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

Read Next

VIRAL કેટલું રિઅલ ? શું તમે જે દવા ખરીદો છો તે કાગળમાંથી બનાવવામાં આવે છે ?

WhatsApp પર સમાચાર