ગજબ કિસ્સો, ATMમાંથી 11 વખત પૈસા કાઢીને આરોપીએ બેંક પર દાવો કર્યો કે પૈસા નથી નીકળતાં, અંતે CCTVમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો !

અનેક વખત ATM સેન્ટરમાં થતી છેતરપિંડીના કિસ્સા સાંભળવામાં આવ્યા હશે પણ આ એક એવો કિસ્સો છે જે પહેલી વાર બન્યો હોવાની શક્યતા છે. પોલીસ અને બેંકના અધિકારીઓ પણ આ કિસ્સાને જાણીને ચોંકી ઉઠ્યા હતાં.

અમદાવાદ ની યુનિયન બેન્ક દ્વારા જાન્યુઆરી મહિનાથી ઓક્ટોબર 2018 સુધીમાં એટીએમમાં કેશ અને થયેલા વ્યવહારોનો હિસાબ ન મળતા એટીએમની સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. જેમાં એટીએમની સિસ્ટમ બરાબર હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ એક જ ગ્રાહકનો એટીએમમાંથી પૈસા ન મળ્યા હોવાનો ક્લેમ પણ આવતો હતો. વાંરવાર આવેલા આ કોલને પગલે સ્ટાફ એલર્ટ થઇ ગયો. જેના પગલે તપાસ કરાતા સુરતની હરિપુરા શાખામાં ખાતુ ધરાવતા હરેશ પટેલ નામના વ્યક્તિનો ક્લેમ થતો હોવાનું બહાર આવ્યું હતું અને સીસીટીવીની ફૂટેજની તપાસ કરતા હરેશ પટેલએ ચાંદખેડામાં 11 વખત કાર્ડ દ્વારા પૈસા કાઢ્યા હતા અને એટીએમની અંદર ચેડા કરી રૂપિયા કાઢી લીધા હતા.
જ્યારે શાહીબાગની અસારવાર બ્રાંચમાં સાત વાર એટીએમ સાથે ચેડા કરી વારંવાર ક્લેમ કરી ડબલ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું. આરોપીની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો એટીએમમાં હાર્ડવેર એરર હોવાનું કહી પૈસા ન મળ્યા હોવાનું ક્લેમ કરતો હતો. આરોપી હરેશે એટીએમમાંથી જે ખાનામાંથી પૈસા આવે ત્યાં આંગળી નાખીને પૈસા આવી ગયા બાદ આંગળી નાખતો હતો. જેથી તેને રૂપિયા તો મળી જતા પણ તેની એન્ટ્રી પડતી ન હતી અને આ જ રીતે તેણે અલગ-અલગ તારીખે ચાંદખેડામાં કુલ રૂ 1.54 લાખ  અને શાહીબાગમાં 94 હજાર રૂપિયા કાઢી લીધા હતા અને બેંકની સામે ખોટો ક્લેમ કર્યો હતો.
આરોપીની આ મોડસ ઓપરેન્ડી જોઇને પોલીસ પણ મુંઝવણમાં મૂકાઇ ગઇ કારણ કે આ પ્રકારની ચિટીંગનો કિસ્સો પહેલી વાર પોલીસના ધ્યાને આવ્યો. ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી તો આરોપી હરેશ સુરતથી સ્પેશિયલ આ કામ માટે આવતો અને બાદમાં જતો રહેતો હતો. હાલ તો આરોપી કોર્ટ કસ્ટડીમાં હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે શાહીબાગ પોલીસ તેની ધરપકડ કરશે.

Top News Stories From Gujarat : 22-05-2019 - Tv9

FB Comments

Mihir Soni

Read Previous

સુરતના ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરતી 5 હજાર વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખી સેનિટરી પેડની વ્યવસ્થા કરી આપવા કરી રજૂઆત

Read Next

સુરતની Pad Women! ઈચ્છાપોર ખાતે મહિલાઓ સેનિટરી પેડ બનાવીને મહિલાઓને મદદરુપ થાય છે અને કમાણી પણ કરે છે

WhatsApp chat