બાંગ્લાદેશ :બંદુકધારી પ્લેન હાઈજેક કરવામાં થયો નિષ્ફળ, ઈમરજન્સી લેન્ડિંગ પછી બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જતી ‘વિમાન બાંગ્લાદેશ’ની એક ફલાઈટને હાઈજેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઢાકાથી વિમાન ઉડાન ભરવાના લગભગ અડધા કલાક પછી એક બંદુકધારી કોકપિટમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ ચિટગાંવના શાહ અમાનત આંતરરાષ્ટ્રીય એરર્પોટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

વિમાનમાં સવાર બધાં જ 142 મુસાફરોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં બંદુકધારીના સિવાય 2 ક્રુ મેમ્બર હાજર છે. હાલમાં સુરક્ષાદળોના કમાન્ડોએ વિમાનને ચારે બાજુથી ઘેરી લીધું છે અન ક્રુ મેમ્બરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

આ બંદુરધારી કોણ છે, તેનો ઈરાદો શું છે? અને શું તે કોઈ આંતકી સંગઠન સાથે જોડાયેલો છે? તે હજી સુધી જાણવા મળ્યું નથી.

READ  આણંદ-વિદ્યાનગરના યુવાનોમાં વિંગ કમાન્ડર અભિનંદન જેવી મૂછો રાખવાનો ટ્રેન્ડ, પાર્લર સંચાલકો પણ અભિનંદન સ્ટાઈલની મૂછ મફત બનાવી આપે છે

[yop_poll id=1765]

Oops, something went wrong.

FB Comments