સુરતના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને આપી ધમકી !

Audio clip of Congress corporator abusing and misbehaving with SMC official, goes viral

સુરતના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકી આપી. દિનેશ કાછડીયાએ માર્કેટ ખાતાના અધિકારીઓને બિભત્સ શબ્દો બોલીને ધમકાવ્યા. આ વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

 આ પણ વાંચોઃ આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ

જેમાં દિનેશ કાછડીયા અધિકારીઓને વરાછામાં સાંજે આઠ વાગ્યા પછી ન આવવા માટે ધમકાવી રહ્યાં છે. વાત આટલેથી જ નથી અટકતી મહાનગરપાલિકાની ગાડીઓ સળગાવી દેવાની એટલે કે હિંસાની પણ ખુલ્લેઆમ ધમકી આપે છે. આ કેસમાં મનપા કે પોલીસ વિભાગ શું દિનેશ કાછડીયાને દાખલારૂપ સજા થાય તેવા કડક પગલા લેશે. અને ક્યારે લેશે તે મોટો સવાલ છે.

READ  સુરતમાં ટ્રાફિક ભંગ બદલ દંડ ભરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments