ઑગસ્ટા વેસ્ટલૅંડ ડીલમાં સીબીઆઈનો ધડાકો : ભારતીયોને લાંચ આપવા માટે અપાયા હતાં 432 કરોડ રૂપિયા, પુરાવા મળવાનો સીબીઆઈનો દાવો

સીબીઆઈનો દાવો છે કે તેણે તે દસ્તાવેજો જપ્ત કરી લીધા છે કે જેનાથી આ તથ્ય સ્થાપિત થાય છે કે ઑગસ્ટા વેસ્ટલૅંડે ક્રિશ્ચિયન મિશેલ અને ગુઇડો હાશ્કેને 54 મિલિયન પાઉંડ એટલે કે 431 કરોડ રૂપિયાની રકમ ભારતમાં પેમેંટ માટે આપી હતી.

ઑગસ્ટા વેસ્ટલૅંડ ડીલમાં મોટી સફળતા હાસલ કરતા કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) તે ભારતીયો સુધી પહોંચવાની નજીક છે કે જેમણે આ ડીલમાં લાંચ લીધી હતી.

સીબીઆઈનો દાવો છે કે તેણે તે દસ્તાવેજો જપ્ત કરી લીધા છે કે જેનાથી આ તથ્ય સ્થાપિત થાય છે કે ઑગસ્ટા વેસ્ટલૅંડે ક્રિશ્ચિયન મિશેલ અને ગુઇડો હાશ્કેને 54 મિલિયન પાઉંડ એટલે કે 431 કરોડ રૂપિયાની રકમ ભારતમાં પેમેંટ માટે આપી હતી. કંપનીએ કુલ 58 મિલિયન પાઉંડ આપ્યા હતાં કે જેમાંથી 54 મિલિયન પાઉંડની રકમ ભારતીયોને આપવાની હતી.

READ  CCDના માલિક વી.જી સિદ્ધાર્થ લાપતા, કંપની પર 3 હજાર કરોડની લોન, આ ભાજપ નેતાના છે જમાઈ

સૂત્રોના જણાવ્યા મુજબ મિશેલ મિશેલ અને હાશ્કેએ 8 મે, 2011ના રોજ દુબઈમાં જે ઍગ્રિમેંટ તૈયાર કર્યો હતો, તેમાં 58 મિલિયન પાઉંડની રકમનો ઉલ્લેખ હતો. દુબઈમાં આ મીટિંગ બંને તરફના વચેટિયાઓ વચ્ચે રકમના ભાગલાને લઈને સમજૂતી કરવા માટે બોલાવાઈ હતી. એક તરફ મિશેલ અને તેની ટીમ હતી, તો બીજી તરફ હાશ્કે, કાર્લો ગેરોસા તથા ત્યાગી બ્રધર્સ હતાં.

READ  ધોનીનો ધમાકો, IPLમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ અગાઉ બંને તરફના વચેટિયાઓ વચ્ચે વિવાદ હતો. તેનું મૂળ કારણ આ હતું કે હાશ્કે આ વાતથી ખુશ નહોતો કે મિશેલે 42 મિલિયન પાઉંડની રકમ પોતાની પાસે રાખી લીધી છે, જ્યારે તેને 30 મિલિયન જ મળી રહ્યા હતાં. આખરે આ વાત પર સમજૂતી થઈ કે મિશેલને 30 મિલિયન પાઉંડ મળશે, જ્યારે હાશ્કે તથા અન્યો વચ્ચે 28 મિલિયન પાઉંડની રકમમાંથી વહેંચણી થવાની હતી.

સીબીઆઈના જણાવ્યા પ્રમાણે ઍરફોર્સના પૂર્વ ચીફ એસ પી ત્યાગી તથા તેના પરિજનો સંદીપ, સંજીવ તથા રાજીવને 10.5 મિલિયન પાઉંડ આપવાના હતા કે જેમાંથી 3 મિલિયન પાઉંડની રકમ તેમને આપવામાં આવી હતી.

READ  મીડિયામાં કેન્દ્ર સરકાર પર સવાલોનો વરસાદ કરનાર રાહુલ ગાંધીએ નથી પૂછ્યો છેલ્લા 5 વર્ષમાં લોકસભામાં એક પણ સવાલ !

[yop_poll id=410]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Ahmedabad: 17/9/2019| TV9GujaratiNews

FB Comments