છેલ્લા 100 વર્ષના ઑસ્ટ્રેલિયામાં આવેલા સૌથી મોટા સંકટમાં ફસાઈ ગયા છે 50 હજારથી વધુ ભારતીયો, ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં હોઈ શકે છે, મદદ માટે સેના ઉતારાઈ : જુઓ PHOTOS

ઑસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયાનક પૂર આવ્યું છે અને હજારો લોકોએ પોતાનું ઘર છોડવા પર મજબૂર બનવુ પડ્યું છે.

મળતી માહિતી મુજબ સદીના સૌથી ભીષણ પૂરના કારણે નદીઓના પાણી સડકો પર આવી ગયા અને તેના કારણે ઉત્તર-પૂર્વી ભાગમાં હજારો લોકોએ પોતાના ઘરોથી વિસ્થાપિત થવું પડ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે. ઑસ્ટ્રલિયાના ઉત્તરી ભાગમાં મૉનસૂનના સમયે ભારે વરસાદ થાય છે, પરંતુ તાજેતરમાં જ થયેલો વરસાદ સામાન્ય કરતા ઘણુ વધારે હતો.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAE ના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત

ઉત્તર-પૂર્વી ક્વીંસલૅંડના ટાઉંસવિલે શહેરમાં હજારો લોકો વીજળી વગર જીવી રહ્યા છે અને જો વરસાદ ચાલુ રહ્યો, તો 20,000 કરતા વધુ મકાનો પર ડૂબી જવાનો ખતરો છે.

સૈન્ય કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મદદ માટે માટીથી ભરેલા હજારો થેલાઓ આપી રહ્યાં છે. ક્વીંસલૅંડના પ્રમુખે કહ્યું કે આવું પૂર સામાન્ય રીતે 20 વર્ષમાં એક વાર નહીં, પણ 100 વર્ષમાં એક વાર આવતું પૂર છે.

READ  VIDEO: આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંઢેરી સ્ટેડિયમમાં વન ડે મેચ, ક્રિકેટ રસિકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ

મોસમ વિજ્ઞાન બ્યૂરોએ જણાવ્યું કે ઉત્તરી ક્વીંસલૅંડ રાજ્યની ઊપર ધીમી ગતિથી આગળ વધતા મૉનસૂનનો ઓછા દબાણનો ક્ષેત્ર બની ગયો છે કે જેનાથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શંકા છે. એવો વરસાદ કે જે એક વર્ષમાં ક્યારેય નથી થઈ. ટાઉંસવિલેના નિવાસી ક્રિસ બ્રૂકહાઉસે કહ્યું કે તેમણે અગાઉ ક્યારેય આવું કશું જોયું નથી.

READ  લ્યો બોલો! ગ્લોબલ વોર્મિંગના નામે 10 હજાર ઊંટની ગોળી મારીને હત્યા કરાશે, આ દેશમાં લેવાયો નિર્ણય

[yop_poll id=1066]

Ahmedabad: Health dept to convert 2 blocks of GU into home quarantine| TV9News

FB Comments