ઑસ્ટ્રેલિયન કોચ: વિકેટ પડતાં જો કોહલીની જેમ ઉજવણી કરીએ તો અમે દુનિયા સૌથી બદ્તર વ્યક્તિ કહેવાઇએ

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ સાથે વિવાદો પણ શરૂ થઈ ચુક્યા છે. ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કોટ જસ્ટિન લેન્ગરે ભારતીય ટીમના કેપ્ટન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, ભારતીય કેપ્ટન જે રીતે વિકેટ પડે તેના પર ઉજવણી કરે છે, તે સૌથી ખરાબ રીત છે. ઑસ્ટ્રેલિયાના કોચે જો તેમના ખેલાડી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની જેમ વિકેટોનો ઉજવણી કરી હોત તો તેઓ અત્યાર સુધી ‘દુનિયાના સૌથી બદતર વ્યક્તિ’ ગણાવ્યા હોત.

આ પણ વાંચો : અમદાવાદની જનતાને રાજ્ય સરકાર આપશે નવા વર્ષની સૌથી મોટી ભેટ, સમય અને પૈસા બંનેની થશે બચત

લેંગરે કહ્યું કે અમારે આ ટીમની સાથે ધીરજ રાખવી પડશે. તમે 30 કે 50 મેચ આપી શકો નહીં. તેમણે આ કમાવું પડશે. લેંગરે કહ્યું કે એડિલેડમાં તેમની ટીમના વ્યવહાર પર ખૂબ નજર રાખવામાં આવી રહી છે. બીજીબાજુ વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયનની વિકેટ લીધા બાદ ખુલીને ઉજવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો તેમની ટીમે તે સમયની પરિસ્થિતિઓમાં કોહલીની જેમ વ્યવહાર કર્યો હોત તો દુનિયાની સૌથી બદતર ટીમ કહેવાત.

READ  ફરી જોવા મળશે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો રોમાંચ, દુબઈમાં ટકરાશે બંને ટીમ
Virat Tv9News
ઑસ્ટ્રેલિયા સામે વિરાટનો ઉગ્ર અવતાર

સચિન પર પણ સાધ્યું નિશાન

એટલું જ નહીં લેંગરે આ સાથે જ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ નિશાન ટાકી અને સચિનના ટ્વીટની આલોચના કરી છે. ઑસ્ટ્રેલિયાન કોચે પોતાની ટીમના ખેલાડીઓને વધુ સ્લેજિંગ કરવાથી બચવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેંડુલકર ઑસ્ટ્રેલિયાની સામે રમતા હતા તે એક અલગ જ સમય હતો. હાલના સમયમાં ખેલાડીઓ અલગ રીતે રમે છે.

READ  VIDEO: નડિયાદ કોલેજ રોડ પર આવેલ મહી કેનાલમાં કાર ખાબકી, કારમાં એક ત્રણ વર્ષની બાળકી સહિત એક પુરુષ હતા સવાર

સચિનનું ટ્વિટ

માસ્ટર બલાસ્ટાર સચિન તેંડુલકરે ટ્વીટ કરી કહ્યું હતું કે, ઘર આંગણાના મેદાન પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનું રક્ષાત્મક વલણ એવી વસ્તુ છે જેનો મેં પહેલાં કયારેય અનુભવ કર્યો નથી. સચિને કહ્યું કે આ ખેલાડીઓની પાસે ઘણી ટેસ્ટ મેચનો અનુભવ હતો. તેઓ પોતાની રમત જાણતા જ હતા. તેમને એ ખબર હતી કે તેમની પાસેથી ઘણી આશા રાખવામાં આવી રહી છે. જ્યારે અમારી પાસે એક એવી ટીમ છે તે ખૂબ જ અનુભવહીન છેસ ખાસ કરીને અમારા બેટસમેન.

READ  વલસાડ: સતારાથી સુરત જતી ખાનગી બસમાં લાગી આગ, જુઓ VIDEO

[yop_poll id=”161″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Headlines Of This Hour : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments