Avnish Goswami

Avnish Goswami

Senior Correspondent - TV9 Gujarati

avanishpuri.goshvami@tv9.com

છેલ્લા બે દશકથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. ઉત્તર ગુજરાતના મહત્વના વિસ્તાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ન્યુઝ પેપર અને ટીવી મીડિયા માટે ફિલ્ડ રિપોર્ટીંગ કર્યુ છે. 3 કરતા વધારે વર્ષથી ડિજિટલ મીડિયામાં સ્પોર્ટ્સ અને ગુજરાત કેટેગરી માટે રિપોર્ટીંગ કરી રહ્યા છે. ગુજરાતના અંતરિયાળ અને સરહદી આદિવાસી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ, રાજકીય ગતિવિધીઓ અને ફિલ્ડ રિપોર્ટીંગમાં ઘટનાઓ કવર કરવાનો અનુભવ રહ્યો છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં ક્રિકેટ અને રમત-ગમત બીટ પર આર્ટિકલ લખે છે.

Read More
સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રીગણેશ, જુઓ

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રીગણેશ, જુઓ

પ્રાથમિક શિક્ષિકા શોભના બારૈયાએ હવે ચૂંટણીના મેદાનમાં ઉતરતા જ હવે ચૂંટણી પ્રવાસ અને પ્રચાર શરુ કર્યા છે. પ્રચારની શરુઆત અરવલ્લી જિલ્લાથી કરી છે અને મોડાસામાં જિલ્લા ભાજપના કાર્યકરોની સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ સાકરીયા હનુમાન દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

સાબરકાંઠા બેઠક પર ભાજપનો માહોલ બગાડવામાં કોની ભૂમિકા? રમણ વોરાએ સંભાળ્યો ‘મોરચો’

સાબરકાંઠા બેઠક પર ભાજપનો માહોલ બગાડવામાં કોની ભૂમિકા? રમણ વોરાએ સંભાળ્યો ‘મોરચો’

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર બદલીને મહિલાને ટિકિટ આપી છે. પ્રાથમિક શિક્ષિકા શોભનાબા બારૈયાને ટિકિટ આપી છે. જેને લઈ સ્થાનિક સાબરકાંઠાના કેટલાક આગેવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને કેટલાક એકના એક વિરોધકર્તાઓ કે જે દર વખતે ઉમેદવારોનો વિરોધ કરે છે એમને લઈ રમણલાલ વોરાએ ઝાટકણી નિકાળી હતી.

વિજાપુર બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા, જાણો

વિજાપુર બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા, જાણો

મહેસાણા જિલ્લાના વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ ભાજપે સીજે ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે. સીજે ચાવડા અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ધર્યુ હતુ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ ધારણ કર્યો હતો.

સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ

સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવારને બદલીને મહિલાને તક આપી છે. ગુજરાતી શાળાના શિક્ષિકાને ભાજપે મેદાને ઉતાર્યા છે. જોકે હવે ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવારનું નામ જાહેર કરવાને લઈ સ્થાનિક સ્તરે વિરોધને સહન કરવો પડ્યો છે. આ દરમિયાન નવા ઉમેદવાર શોભના બારૈયાએ પૂર્વ ઉમેદવારના આશીર્વાદ હોવાનું કહ્યુ છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ કકળાટ, સમર્થકો ભાજપ કાર્યાલય પહોંચ્યું

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ કકળાટ, સમર્થકો ભાજપ કાર્યાલય પહોંચ્યું

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ટિકિટ બદલીને પુરુષને બદલે મહિલાને આપી છે. ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવારને પસંદ કર્યા છે, તો અગાઉ જાહેર કરવામાં આવેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની વ્યક્તિગત કારણોસર અનિચ્છા દર્શાવી હતી. જેને લઈ ભીખાજીના સમર્થકોએ મેઘરજમાં દેખાવો કર્યા હતા.

સાબરકાંઠાઃ ભાજપના અગાઉ જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અફવાઓને લઈ કર્યો ખુલાસો, જાણો

સાબરકાંઠાઃ ભાજપના અગાઉ જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અફવાઓને લઈ કર્યો ખુલાસો, જાણો

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે અગાઉ જાહેર કરેલા ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. તેઓ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે એવી અફવાઓ પણ સોશિયલ મીડિયામાં શરુ થઇ ગઇ હતી. આ દરમિયાન તેઓએ સોશિયલ મીડિયા મારફતે ખુલાસો રજૂ કર્યો છે.

અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ કરાયો

અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ કરાયો

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે.

શામળાજી નજીકના વિસ્તારમાં ત્રણ અલગ અલગ ડુંગર પર આગની ઘટના, જુઓ

શામળાજી નજીકના વિસ્તારમાં ત્રણ અલગ અલગ ડુંગર પર આગની ઘટના, જુઓ

અરવલ્લી જિલ્લાના રુદરડી અને વેણપુર સહિતના અલગ અલગ ત્રણેક ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. શામળાજી નજીકના વિસ્તારમાં ડુંગર પર આગ લાગતા તેને કાબૂમાં લેવા માટે મોડી સાંજ બાદ પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.

મહેસાણા બેઠક પર ફાઈન આર્ટસના નિવૃત્ત પ્રિન્સિપાલ હરી પટેલ ભાજપના ઉમેદવાર, જાણો

મહેસાણા બેઠક પર ફાઈન આર્ટસના નિવૃત્ત પ્રિન્સિપાલ હરી પટેલ ભાજપના ઉમેદવાર, જાણો

ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા લોકસભા બેઠક પર હરી પટેલને ટિકિટ આપી છે. હરી પટેલ મહેસામા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે.

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા શામળાજી મંદિરે દર્શને પહોંચ્યા

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા શામળાજી મંદિરે દર્શને પહોંચ્યા

લોકસભાની સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભના બારૈયાને ટિકિટ આપી છે. શોભનાબેને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે દર્શન કરીને પ્રચારની શરુઆત કરી હતી. શોભનાબેન સાથે મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા.

સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

લોકસભાની સાબરકાંઠા બેઠક પર ભાજપે નવા ચહેરાને તક આપી છે. ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. મહિલા ઉમેદવાર શિક્ષિકા છે અને તેઓએ ટિકિટ મળવાને લઈ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી મહિલાને ભાજપે ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. નવા ચહેરાને જ મેદાને ઉતારીને ભાજપે મોટો દાવ ખેલ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">