TV9 Gujarati

TV9 Gujarati

Editors - TV9 Gujarati

pushpandra.parmar@tv9.com

કારણ કે અમારા સમાચાર સારા અને સાચા છે, તેથી જ TV9 Gujarati ડિજિટલ મીડિયામાં નંબર 1 છે. વાત જ્યારે ગુજરાતના નાના શહેરોની હોય કે મોટા શહેરોની કે પછી વાત ગાંધીનગરની હોય કે દિલ્હીમાં સત્તાના રાજકારણની, વાત ભલે રમત-ગમતની હોય કે ખેલાડીઓની, વાત હોય ગુજરાતની કે ગુજરાતી ગૌરવની, વાત હોય લોકલ કે પછી ગ્લોબલ, દરેક પ્રકારના સાચા અને સારા સમાચાર માત્ર TV9 Gujarati.com પર જ મળશે. નોકરીની ભરતીથી લઈને ખેતી પાકના બજાર ભાવ સુધી, જ્યોતિષથી લઈને કામની વાત સુધી, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી, બાળકોથી લઈને મહિલાઓ સુધી, દરેક વર્ગના લોકો માટે સમાચારોનો ભંડાર છે.

Read More
Follow On:
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર પોલીસ અને C 60 કમાન્ડોનું ઓપરેશન, ગઢચિરોલીમાં 36 લાખના ઈનામી 4 નક્સલવાદીને ઠાર માર્યા, જાણો પ્લાન

લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર પોલીસ અને C 60 કમાન્ડોનું ઓપરેશન, ગઢચિરોલીમાં 36 લાખના ઈનામી 4 નક્સલવાદીને ઠાર માર્યા, જાણો પ્લાન

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને કમાન્ડોએ સંયુક્ત કાર્યવાહી કરીને 4 ઈનામી નક્સલવાદીઓને ઠાર કર્યા. આ માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી નક્સલવાદી સાહિત્ય પણ મળી આવ્યું છે.

બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું

બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું

લોકસભાની ચૂંટણીને લઈ જાહેર થયેલા ઉમેદાવારોએ હવે પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. બનાસકાંઠા બેઠક પર ચૂંટણીનો માહોલ રસપ્રદ બન્યો છે. અહીં ભાજપના ડો. રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યુ છે.

Share Market Opening Bell : નબળા વૈશ્વિક સંકેતોની અસર ભારતીય  શેરબજારમાં જોવા મળી, સેન્સેક્સ અને નિફટી લાલ નિશાનમાં ખુલ્યા

Share Market Opening Bell : નબળા વૈશ્વિક સંકેતોની અસર ભારતીય  શેરબજારમાં જોવા મળી, સેન્સેક્સ અને નિફટી લાલ નિશાનમાં ખુલ્યા

Share Market Opening Bell : નબળા વૈશ્વિક સંકેતોની અસર આજે શેરબજારમાં જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટી 22000ની નજીક સરકી ગયો છે. યુએસ બોન્ડ યીલ્ડ, ક્રૂડ અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે બજાર તૂટ્યા છે. FED પોલિસી પણ આવી રહી છે.

બનાસકાંઠા: ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

બનાસકાંઠા: ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઘી, તેલ અને પાપડ સહિતનો એક્સપાયરી ડેટનો જથ્થો વેચવામાં આવતો હોવાને લઈ આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક વેપારીઓ આવો જથ્થો વેચતા હોવાને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આવો જથ્થો મળી આવવાને લઈ તંત્રએ એક્શનમાં આવીને કાર્યવાહી કરી છે.

ધનકુબેરોની સંપત્તિમાં ઉથલ પાથલ : ગૌતમ અદાણીએ ગુમાવ્યા 12000 કરોડ તો મુકેશ અંબાણીએ 14,000 કરોડની કમાણી કરી

ધનકુબેરોની સંપત્તિમાં ઉથલ પાથલ : ગૌતમ અદાણીએ ગુમાવ્યા 12000 કરોડ તો મુકેશ અંબાણીએ 14,000 કરોડની કમાણી કરી

સોમવારે વિશ્વના સૌથી અમીર લોકોની નેટવર્થમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. એક જ દિવસમાં નેટવર્થમાં ટ્રિલિયન રૂપિયાનો વધારો અને ઘટાડો થયો હતો. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો વધારો થયો છે જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો છે.

ડિવિડન્ડની કમાણીએ સરકારી તિજોરી છલકાવી, PSU ડિવિડન્ડથી કમાણીનો વિક્રમ સર્જાયો

ડિવિડન્ડની કમાણીએ સરકારી તિજોરી છલકાવી, PSU ડિવિડન્ડથી કમાણીનો વિક્રમ સર્જાયો

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકાર ડિવિડન્ડમાંથી સારી કમાણી કરી રહી છે. PSUsએ અત્યાર સુધી ચાલુ નાણાકીય વર્ષમાં એટલું ડિવિડન્ડ આપ્યું છે કે સરકારની તિજોરી ભરાઈ ગઈ છે અને નવો રેકોર્ડ સર્જાયો છે.

લોકસભા ચૂંટણી માટે કેટલો ખર્ચ થશે? પહેલી ચૂંટણીમાં થયેલા ખર્ચ સહીત રસપ્રદ માહિતી વાંચો અહેવાલમાં

લોકસભા ચૂંટણી માટે કેટલો ખર્ચ થશે? પહેલી ચૂંટણીમાં થયેલા ખર્ચ સહીત રસપ્રદ માહિતી વાંચો અહેવાલમાં

દેશની સૌથી મોટી ચૂંટણી એટલે કે લોકસભા ચૂંટણી 2024 યોજવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, મહિલાના રૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ

સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, મહિલાના રૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ

સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં એક વ્યક્તિના નામનો ઉલ્લખે પણ કરવામાં આવ્યો છે. જો કે, આ વ્યક્તિ કોણ છે, તેની માહિતી સામે આવી નથી. આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ગીરસોમનાથ : લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં, કલેક્ટર કચેરી ખાતે મીડિયા રૂમ, અને સી-વીજિલ કંટ્રોલરૂમની કરાઈ શરૂઆત- તસવીરો

ગીરસોમનાથ : લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં, કલેક્ટર કચેરી ખાતે મીડિયા રૂમ, અને સી-વીજિલ કંટ્રોલરૂમની કરાઈ શરૂઆત- તસવીરો

લોકસભા ચૂંટણી પહેલા ગીરસોમનાથનુ જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં મૂકાયુ છે. કલેક્ટર કચેરી ખાતે મીડિયા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સી-વિજિલ કામગીરી માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી, ટ્રક ડ્રાઈવર ફરાર, 23 લાખનો મુદ્દામાલ જપ્ત, જુઓ વીડિયો

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી, ટ્રક ડ્રાઈવર ફરાર, 23 લાખનો મુદ્દામાલ જપ્ત, જુઓ વીડિયો

પંચમહાલમાં પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા-ગોધરા હાઈવે નજીક ટ્રક પર ડાક પાર્સલ અને એર કુરિયરનું લખાણ લખી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રૂપિયા 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જામનગર : ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન, કોર્ટે બે વર્ષની ફટકારી હતી સજા

જામનગર : ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન, કોર્ટે બે વર્ષની ફટકારી હતી સજા

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ પાસેથી ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ 1 કરોડથી વધુની રકમ ઉછીની લીધી હતી. જેના બદલામાં ઉદ્યોગપતિને ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતાં ઉદ્યોગપતિએ જામનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.

ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 7 વર્ષની કેદ, એમપી એમએલએ કોર્ટનો ચુકાદો

ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 7 વર્ષની કેદ, એમપી એમએલએ કોર્ટનો ચુકાદો

વર્ષ 2019માં આઝમ ખાન વિરુદ્ધ કુલ 84 કેસ નોંધાયા હતા. જેમાંથી મોટા ભાગના કેસ કોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં કુલ 5 કેસમાં ચુકાદો આવી ચૂક્યો છે. જેમાંથી ત્રણ કેસમાં આઝમખાનને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે બે કેસમાં આઝમ ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">