સુરતની ઘટના પછી ગુજરાતના આ શહેરોમાં ફાયર સેફ્ટીને લઈને થઈ રહી છે કાર્યવાહી, જુઓ VIDEO

સુરતમાં બનેલી ઘટનાના પડધાઓ આખા દેશમાં પડ્યા છે જેને લઈને દિલ્હીની સરકારે પણ તાત્કાલિક ધોરણે ટ્યૂશન કલાસીસ પાસે ફાયર સેફ્ટીને લઈને યોગ્ય માપદંડો ધરાવતા સાધનો છે કે નહીં તેને લઈને તપાસના આદેશો આપ્યા છે. ગુજરાતમાં બનેલી આ ઘટનાને લઈને ફાયર વિભાગે પણ ધડાધડ નોટિસો ફટકારવાનું શરુ કરી દીધું છે જેમાં ખાસ કરીને ગુજરાતના મોટાં શહેરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભરુચમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ ઈન્ટરવ્યૂ- ગુજરાતમાં ફરી ભાજપ 26માંથી 26 સીટો પર વિજય મેળવશે

આ પણ વાંચો:  સુરત અગ્નિકાંડની ઘટના બાદ હવે તંત્રની હોસ્પિટલની સામે લાલ આંખ, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને ફટકારી નોટિસ

માત્ર ટ્યૂશન ક્લાસીસ જ નહીં પણ હોસ્પિટલ, બિલ્ડીંગો અને ખાણીપીણીના રેસ્ટોરન્ટો પર તંત્રએ કાર્યવાહી શરુ કરી છે. જેમાં એક પછી એક નોટિસ ફટકારીને જવાબ માગવામાં આવી રહ્યો છે. ફાયર સેફ્ટીને લઈને સાધનોને 7 દિવસમાં લગાવી દેવા પણ હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. જો આમ નહીં થાય તો તેને સીલ કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે. ઘણી એવી ફરિયાદો પણ ઉઠી છે કે ફાયર સેફ્ટી હોવા છતાં તેમને તંત્ર દ્વારા કનડગત કરવામાં આવે છે.

READ  સુરત: ભજીયા પાર્ટી ભારે પડી! પોલીસે ડ્રોનથી ધાબા પર ચાલતી પાર્ટી પકડી પાડી

 

 

FB Comments