જલદી આવી શકે અયોધ્યા વિવાદનો ફેંસલો, CJI અન્ય તમામ કેસથી થયા અલગ

અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ ફેંસલો સંભળાવે તેની જ રાહ છે. એવી જાણકારી મળી રહી છે કે સુપ્રીમ કોર્ટ સંભવિત 8 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર સુધીમાં આ ફેંસલો સંભળાવી શકે છે. સૂત્રોના આધારે મળી રહી જાણકારી મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તાત્કાલિક સુનાવણીના તમામ કેસથી પોતાને અલગ કરી દીધા છે. જો કે આ બાબતે ક્યારે ફેંસલો આવશે તે હજુ નક્કી થઈ શક્યું નથી.  જસ્ટિસ રંજન ગોગોઈ અન્ય કેસથી અલગ થઈ ગયા છે જેના લીધે અયોધ્યા વિવાદનો ફેંસલો જલદી આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Babri Masjid demolition file photo (1992) Credit- T. NARAYAN

  આ પણ વાંચો :  હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો પણ ડૉક્ટરો રજા મુકીને માણી રહ્યાં છે વેકેશન, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યાં છે. તમામ કામકાજ જસ્ટિસ બોબડેને સોંપી દેવાયું છે. આ અઠવાડિયામાં જે મહત્ત્વના ફેંસલા આવનારા છે જેમાં રાફેલ વિવાદ, સબરીમાલા વિવાદ, સુપ્રીમ કોર્ટ આરટીઆઈના પ્રાવધાનમાં રહેશે કે નહીં વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે.

READ  VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

16 ઓક્ટોબરના રોજ અયોધ્યા મામલે સુનાવણી પૂર્ણ કરી દેવાઈ છે. કોર્ટે પોતાના ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. આ વખતે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અયોધ્યાના ફેંસલાને લખવા માટે એક મહિના જેટલો સમય લાગી શકે છે. અયોધ્યાના ફેંસાલાને લઈને ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સુરક્ષાનો માહોલ જળવાઈ રહે તે માટે એડવાઈઝરી પણ જારી કરી દીધી છે.

READ  જાણો રામ જન્મભૂમિ ન્યાસ વિશે, જેને SC દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન સોંપવામાં આવી

 

Oops, something went wrong.
FB Comments