અયોધ્યા જમીન વિવાદ પર મધ્યસ્થ તરીકે શા માટે શ્રીશ્રી રવિશંકરની પસંદગી કરવામાં આવી?

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યસ્થતાને પરવાનગી આપવામાં આવી છે. જેના માટે પેનલની રચના કરવામાં આવી છે અને તે પોતાનો રિપોર્ટ 4 અઠવાડિયાથી 8 અઠવાડિયામાં સોંપશે. આવતા અઠવાડિયાથી તેના પર મધ્યસ્થતાનું કામ શરૂ કરવામાં આવશે.

આ મધ્યસ્થતા બોર્ડના ત્રણ સભ્યો છે. જેમાં શ્રીરામ પંચૂ, જસ્ટિસ કલિફુલ્લાહ અને શ્રીશ્રી રવિશંકરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાણવાના પ્રયત્ન કરીએ કોણ છે શ્રી શ્રી રવિશંકર મહારાજ જેને સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી મહત્વના મુદ્દા પર મધ્યસ્થી તરીકેની જરૂરી જવાબદારી સોંપવામાં આવી.

READ  કુંભમાં રામ મંદિર પર મોહન ભાગવતે એવું તો શું કહ્યું કે ભડક્યા સાધુ-સંતો ?

આ પણ વાંચો : BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

શ્રીશ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સંસ્થાપક છે. જે સંસ્થા લોકોને જીવનજીવવા માટે અને ખુશ રહેવા માટેની કળા શીખવે છે. તેમના દેશ અને દુનિયામાં લાખો પ્રશંસક છે. દુનિયામાં તેમના 151 દેશોમાં આર્ટ ઓફ લિવિંગના નામે બ્રાન્ચ છે.

આ ઉપરાંત હાલમાં જ તેમણે ફાર્મેસી અને સ્વાાસ્થ્ય કેન્દ્ર પણ છે. શ્રીશ્રી છેલ્લા ઘણાં સમયથી દેશના સૌથી સળગતાં પ્રશ્નના નિરાકરણ માટે તમામ પક્ષની સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને કેટલીક બેઠકો પણ યોજી અને કોર્ટની બહાર જ તેનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કર્યા હતા. શ્રીશ્રી એક લોકપ્રિય ચેહરો છે. જેમના માધ્યથી મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે.

READ  લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યુ સંકલ્પ પત્ર, કરી આ મોટી જાહેરાતો

Students forced to write letters in support of CAA, alleges Congress leader Arjun Modhwadia |TV9News

FB Comments