સોમનાથ મંદિરના ટ્રસ્ટની જેમ બની શકે અયોધ્યા રામમંદિરનું ટ્રસ્ટ!

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે સરકારને 3 મહિનાની અંદર જ રામમંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવું પડશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંભાવના છે કે ગુજરાતના સોમનાથ મંદિરના ટ્રસ્ટની જેમ જ અયોધ્યા રામમંદિરનું ટ્રસ્ટ બનાવવામાં આવે. ત્યારે તે પણ સંભાવના છે કે સરકાર એક અઠવાડિયાની અંદર જ ટ્રસ્ટનું નિર્માણ કરી દે. સોમનાથ મંદિર ટ્રસ્ટમાં માત્ર 6 સભ્યો છે પણ સરકાર અયોધ્યા મંદિર ટ્રસ્ટના સભ્યોની સંખ્યા વધારી પણ શકે છે.

સુત્રો મુજબ ટ્રસ્ટના સભ્યોની પસંદગી અને મંજૂરીમાં વડાપ્રધાન મોદીની ભૂમિકા પણ મુખ્ય રહી શકે છે. ટ્રસ્ટમાં જ્યાં રામજન્મભૂમિ ન્યાસ, નિર્મોહી અખાડા સિવાય ઘણા મોટા ધર્મગુરૂ સામેલ કરવામાં આવી શકે છે. ત્યારે બીજી તરફ સમાજના ઘણા વરિષ્ઠ નાગરિક, રામમંદિરથી જોડાયેલા સંગઠનો પણ તેમાં જોડવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે તમામ ગુનેગારોની ફાંસી પર લગાવી રોક

તે સિવાય ટ્રસ્ટનું કામ ઝડપથી થાય અને કાર્યશૈલી કુશળ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ તેમાં સામેલ થઈ શકે છે. વડાપ્રધાન મોદી રામમંદિરથી જોડાયેલી પ્રગતિ પર નજર રાખી શકે તે માટે વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ કોઈને સભ્ય બનાવવામાં આવી શકે છે. ત્યારે ટ્રસ્ટ બનાવવા માટે એ જરૂરી છે કે તેનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે અને તેના દરેક સભ્યની જવાબદારી પણ નક્કી થાય.

READ  Lady conductors help deliver baby at Rajkot ST bus station - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી સતત ચાલી રહેલી સુનાવણી પછી નિર્ણય આવ્યો. નિર્ણયમાં કહેવામાં આવ્યું કે રામમંદિર વિવાદિત સ્થળ પર બનશે અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. કોર્ટે કહ્યું કે વિવાદિત 2.77 એકર જમીન કેન્દ્ર સરકાર હસ્તક રહેશે. કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારને મંદિર બનાવવા માટે 3 મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો.

READ  રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ...આ તારીખે SC સંભળાવશે ચુકાદો

આ પણ વાંચો: શું છે ASIના પુરાવા? જેને સુપ્રીમ કોર્ટે ચુકાદા માટે આધાર બનાવ્યો!

 

Oops, something went wrong.
FB Comments