અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી યથાવત્, શા માટે અયોધ્યાના નરેશ વિમલેન્દ્ર મિશ્રા પક્ષકાર બનતા નથી

રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં દિન-પ્રતિદિન સુનાવણી થઈ રહી છે. 6 ઓગસ્ટના દિવસથી રોજ સુનાવણી ચાલી રહી છે. આ મુજબ એક સપ્તાહમાં 5 દિવસ સુનાવણી થઈ રહી છે. અત્યાર સુધીમાં નિર્મોહી અખાડાના વકીલ, રામલલા વિરાજમાનના વકીલ પોતાના તર્ક રાખી ચૂક્યા છે. આજે પણ રામલલા વિરાજમાનના વકીલ સીએસ. વૈદ્યનાથે પોતાના તર્ક રાખ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ 15 ઓગસ્ટના દિવસે લંડનમાં ભારતીય હાઈકમિશન બહાર પાકિસ્તાની સમર્થકોનો હંગામો, પોલીસ પર ઈંડા ફેકાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અનોખી શરત! મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંદૂકનું લાયસન્સ લેવા માટે કરવું પડશે 30 દિવસ સુધી આ કામ

તો બીજી તરફ અયોધ્યાના નરેશ કોર્ટમાં કોઈ પક્ષકાર નથી. રામ જન્મભૂમિ કેસમાં અયોધ્યા નરેશ પક્ષકાર ન બનવાનું કારણ શું હોઈ શકે છે. વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા અયોધ્યાના શાસકોના વંશ છે. અને આજે પણ તેમને અયોધ્યાના નરેશ કહેવામાં આવે છે. જો કે તેઓ ભગવાન રામના વંશ જ નથી. રામ ઠાકુર રાજપૂત હતા અને મિશ્રા બ્રાહ્મણ છે. 55 વર્ષના મિશ્રાજીને સ્થાનિક લોકો પપ્પુ ભૈયા પણ કહે છે. પપ્પુ ભૈયા થોડો સમય માટે રાજનીતિમાં પણ રહ્યા હતા. તે BSP એટલે માયાવતીની પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. પરંતુ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. જે બાદ તેમને ક્યારેય રાજનીતિમાં રસ રહ્યો નહોતો.

READ  અયોધ્યા મામલે ચૂકાદો આવ્યા પછી પણ આ 2 વિકલ્પ છે ખુલ્લા, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સંયોગથી વી.એમ મિશ્રા આ પરિવારમાં જન્મ લેનારા પહેલા પુરુષ વારિસ છે. જે પહેલા ગાદી માટે વારિસોને દત્તક લેવામાં આવતા હતા. જેને લઈને તેમની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. વી.એમ મિશ્રા બાદ તેમના નાના ભાઈ પણ રહ્યા અને તેમનું નામ શૈલેન્દ્ર મિશ્રા રાખવામાં આવ્યું છે. તેમના પુત્ર યતીંદ્ર મિશ્રા જાણીતા સાહિત્યકાર છે.

READ  જલદી આવી શકે અયોધ્યા વિવાદનો ફેંસલો, CJI અન્ય તમામ કેસથી થયા અલગ

[yop_poll id=”1″]

FB Comments