અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ ગુજરાત ભાજપના આ નેતાએ રાખી હતી આ માનતા!

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહની 29 વર્ષે જૂની બાધા પૂર્ણ થઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષે 1990માં એક વચન લીધુ હતું. મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી. આજે તે બાધા હવે પૂર્ણ થઈ છે.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં 92 વર્ષના આ વકીલ જેમની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે

16મી સદીથી અયોધ્યામાં રામ મંદિરનો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા આજે ચુકાદાની સાથે રામ મંદિર બને તે માટે પોતાનો નિર્ણય આપી દીધો છે. ત્યારે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 29 વર્ષ જૂની બાધા હવે ફળી છે. મંદિર બને તેવી મનોકામના માટે છેલ્લા 29 વર્ષેથી ભુપેન્દ્રસિંહે કોઈપણ જાતની મીઠાઈ ખાધી નથી.

READ  VIDEO: અયોધ્યા : ઉદ્ધવ ઠાકરેના વિમાનનો અકસ્માત ટળ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

સવર્ણિમ સંકુલમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની એક માત્ર ઓફીસ એવું છે કે, જ્યાં તેમને મળવા આવનારા મુલાકાતીઓનું મીઠું મોં કરવામાં આવે છે. પરંતુ ભૂપેન્દ્રસિંહ મીઠાઈ પોતે સ્વીકારતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Dantiwada RFO held taking bribe, accused's DNA test to be conducted

 

ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરતા જણાવ્યું કે, જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી 25 સપ્ટેમ્બર 1990માં યાત્રા નીકળી, ત્યારે તે યાત્રામાં હું પણ જોડાયો હતો. મેં ભગવાન પાસે બાધા રાખી હતી કે, જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહિ બને ત્યાં સુધી હું મીઠાઈ ખાઈશ નહીં.

FB Comments