શું તમે જાણો છો રામનું જન્મસ્થળ ક્યાં છે? સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ!

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી રહી છે. જેમાં આ કેસમાં અઠવાડિયાના 5 દિવસ સુનાવણી ચાલી રહી છે. શુક્રવારે કેસની છેલ્લી સુનાવણીમાં વકફ બોર્ડે 5 દિવસ સુધી સુનાવણીનો વિરોધ કર્યો હતો, જોકે કોર્ટે આ વિરોધ સ્વીકાર્યો નથી. મંગળવારે રામલાલાના વકીલે પણ પોતાની દલીલો રજૂ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિદેશ પ્રવાસ પર કોહલી અને તેના ખેલાડીઓ નહીં પરંતુ તેમનો 'પરિવાર' BCCI માટે બન્યો માથાનો દુ:ખાવો

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે રામલાલાનું જન્મસ્થળ ક્યાં છે? જેના પર રામલાલાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજની નીચેના સ્થાનને ભગવાન રામનું જન્મસ્થળ માન્યું છે. વકીલે કહ્યું કે મુસ્લિમ પક્ષ વતી વિવાદિત સ્થળે તેની માલિકી સાબિત થઈ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ હિન્દુઓ પૂજા કરવાની માંગ કરે છે ત્યારે વિવાદ શરૂ થાય છે.

READ  અયોધ્યા વિવાદ મામલામાં આજનો દિવસ સૌથી મહત્વનો, ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ કેસની સુનાવણી કરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, પીવા અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહેશે પાણી

​​રામલાલા વતી વરિષ્ઠ એડવોકેટ વૈદ્યનાથને કહ્યું કે, 72 વર્ષિય મોહમ્મદ હાશીમે જુબાનીમાં કહ્યું હતું કે, અયોધ્યા હિંદુઓ માટે એટલું જ મહત્વપૂર્ણ છે, જેટલું મુસ્લિમો માટે મક્કા. એસ. સી. વૈદ્યનાથને કહ્યું કે મસ્જિદ પહેલા તે સ્થળે એક મંદિર હતું, બાબરે જ મસ્જિદ બનાવી હોવાના કોઈ પુરાવા નથી. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે 438 વર્ષ સુધી તેમની પાસે જમીનનો અધિકાર હતો, પરંતુ હાઈકોર્ટે પણ તેમની દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

READ  અયોધ્યા કેસ અંગે તપસ્વી છાવણીના મહંત પરમદાસનું નિવેદન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Top News Stories From Ahmedabad: 21/1/2020| TV9News

FB Comments