અયોધ્યા રામ મંદિર કેસ: સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે મુસ્લિમ પક્ષકારોની સુનાવણી

અયોધ્યા રામમંદિર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી દલીલો પુરી થઈ ચૂકી છે. કોર્ટમાં આ મામલે પણ હિન્દુ પક્ષોની દલીલોની સુનાવણી 16 દિવસોમાં પુરી થઈ. જેમાં નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન સામેલ છે. હવે આજથી સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પક્ષકારોની દલીલો સાંભળશે.

A Ram Dhun caller tune to create positive vibes in Ayodhya

સુન્ની વક્ફ બોર્ડના વરિષ્ઠ વકીલ રાજીવ ધવન સોમવારથી કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે. આ દરમિયાન નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનના વકીલો તરફથી કરેલી દલીલોના જવાબ પણ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા નવી રણનીતિ પર કામ કરી રહ્યા છે મુકેશ અંબાણી

રાજીવ ધવન પહેલા જ કોર્ટને જણાવી ચૂક્યા છે કે તે દલીલો 20 દિવસમાં પુરી કરશે. તેથી આ મામલાની સુનાવણી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલશે. આ વિવાદીત મુદ્દાનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટને એક મહિનાથી વધારે સમય મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુસ્લિમ પક્ષકાર તરફથી આ મામલે વિવાદાસ્પદ સ્થળ પર નિર્મોહી અખાડાના દાવાને પ્રતિવાદ કરવામાં આવી શકે છે. કારણ કે નિર્મોહી અખાડા પહેલા જ સુપ્રીમ કોર્ટને કહી ચૂક્યુ છે કે તે રામલલા વિરાજમાન દ્વારા દાખલ કરેલા કેસનો વિરોધ કરશે નહીં.

READ  UAEએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું, પાકિસ્તાની યુઝર્સ સોશિયલ મીડિયામાં ભડક્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસ્લિમ પક્ષકાર 150 વર્ષથી વિવાદિત સ્થળ પર અખાડાની ઉપસ્થિતીના દાવાને નકારે છે, સાથે જ સ્થાપના કરવાનો પ્રયત્ન કરવામાં આવશે કે મૂર્તિઓ ક્યારેય અંદરના આંગણામાં નહતી, પરંતુ તેમને ત્યાં રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 16 દિવસ સુધી ચાલેલી હિન્દુ પક્ષની સુનાવણીમાં રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડાના વકીલોએ તેમની વાતને પ્રમાણિકતાની સાથે રાખવાના પુરા પ્રયત્નો કર્યા, તે દરમિયાન વિવાદીત સ્થળને લઈને ઘણા નવા અને રસપ્રદ તથ્યો પણ બહાર આવ્યા.

READ  એક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

 

After 15 long hours, fire at Surat's Raghuveer textile market still not under control| TV9News

FB Comments