જાણો કેવી રીતે કામ કરશે રામમંદિર ટ્રસ્ટ, મોદી સરકારે બનાવ્યા 9 નિયમ

ayodhya shri ram janmabhoomi teerth kshetra trust work ram mandir temple modi government rules jano kevi rite kam karse rammandir trust modi sarkar e banavya 9 niyam

વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે બુધવારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્ય રહેશે. જેમાં 9 કાયમી અને 6 નામાંકિત સભ્યો રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર અને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વચ્ચે એક કરાર થયો છે. જે મુજબ ટ્રસ્ટ મંદિર નિર્માણથી જોડાયેલા દરેક નિર્ણય લેવા માટે પુરી રીતે સ્વતંત્ર છે. સરકારે 9 નિયમ બનાવ્યા છે, જેની હેઠળ ટ્રસ્ટ કામ કરશે.

Image result for ram mandir

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકાર અને ટ્રસ્ટની વચ્ચે કરારના 9 નિયમ

1. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં ટ્રસ્ટના સ્થાઈ કાર્યાલય પર ચર્ચા થશે. હાલમાં ટ્રસ્ટ R-20, ગ્રેટર કૈલાશ પાર્ટ-1ના સરનામે કામ કરશે. ત્યાં રામમંદિર નિર્માણની રૂપ રેખા અને આગળ કેવી રીતે કામ કરવું છે, તેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. મંદિર નિર્માણમાં આવનારા તમામ પ્રશ્નોને દુર કરવાનું કામ ટ્રસ્ટ કરશે.

READ  સલામત સવારી ST બસનું ટાયર રસ્તા વચ્ચે જ નીકળી ગયું, જુઓ VIDEO

2. કેન્દ્ર સરકાર ટ્રસ્ટના કામકાજમાં કોઈ દખલગીરી કરશે નહીં. વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું છે કે ટ્રસ્ટ રામમંદિર નિર્માણથી જોડાયેલા દરેક નિર્ણય લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. આ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે અન્નક્ષેત્ર, રસોડું, ગૌશાળા, મ્યૂઝિયમ વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, અપાશે હેરિટેજ લુક

 

 

3. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી કાયદાકીય રીતે ટ્રસ્ટ શ્રદ્ધાળુઓની સુવિધાઓ અને મંદિર નિર્માણ માટે કોઈપણ વ્યક્તિ, સંસ્થાથી દાન, અનુદાન, અચલ સંપતિ અને મદદ સ્વીકાર કરી શકે છે. તે સિવાય ટ્રસ્ટ લોન પણ લઈ શકે છે.

4. રામમંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી બોર્ડ કોઈ એક ટ્રસ્ટીને પ્રેસિડેન્ટ- મેનેજિંગ ટ્રસ્ટી નિયુક્ત કરશે. જે તમામ બેઠકોની અધ્યક્ષતા કરશે. ત્યારે જનરલ સેક્રેટરી અને ખજાનચીની પણ તે સભ્યોમાંથી નિમણુંક કરવામાં આવશે.

5. ટ્રસ્ટ રામ મંદિરના નિર્માણ માટે હાલના ભંડોળના રોકાણ અંગે નિર્ણય કરશે. મંદિર માટે રોકાણો પોતે ટ્રસ્ટના નામે થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  અમદાવાદ APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

6. રામમંદિર માટે પ્રાપ્ત કરેલા ભંડોળનો ઉપયોગ માત્ર ટ્રસ્ટના કામો માટે કરવામાં આવશે. તે સિવાય કોઈ અન્ય કામ માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

7. ટ્રસ્ટીઓને રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલી સ્થાવર મિલકત વેચવાનો અધિકાર રહેશે નહીં.

8. રામમંદિર માટે મળનારા દાન અને ખર્ચનો હિસાબ ટ્રસ્ટે રાખવાનો રહેશે. તેની દર વર્ષની બેલેન્સ શીટ બનાવવામાં આવશે અને CA ટ્રસ્ટના ખાતાનું ઓડિટ કરશે.

9. રામ મંદિર ટ્રસ્ટના સભ્યોને પગારની કોઈ જોગવાઈ નથી, પરંતુ મુસાફરી દરમિયાન થતાં ખર્ચ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવશે.

 

Oops, something went wrong.
FB Comments