LIVE UPDATES: શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યમાં બોલ્યા “રામ મંદિર બનાવવાની તારીખ જોઈએ”

Ayodhya Turns Fortress As Shiv Sena, VHP's Ram Temple Events Begin Today
Ayodhya Turns Fortress As Shiv Sena, VHP's Ram Temple Events Begin Today

UPDATE AT 5.15 PM

અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ માગ કરી કે તેમને રામ મંદિર બનાવવાની તારીખ આપવામાં આવે. તેમણે કહ્યું,

“આજે અમને રામ મંદિર બનાવવાની તારીખ આપો. રામ મંદિર કયારે બનાવશો તે અમને જણાવો, બીજી બધી વાતો તો પછી પણ થતી રહેશે. આજે મને તારીખ જોઈએ.”

Shiv Sena chief Uddhav Thackeray demands for Ram mandir in Ayodhya
Shiv Sena chief Uddhav Thackeray demands for Ram mandir in Ayodhya

સાથે જ ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું,

“છેલ્લા સાડા ચાર વર્ષોમાં રામ મંદિરના મુદ્દે ભાજપ સૂઈ ગયું છે. હવે સરકાર આ મુદ્દા પર બિલ લાવે અથવા તો અધ્યાદેશ. અમે સમર્થન આપીશું.”

હવે સાંજે 6 કલાકે ઉદ્ધવ ઠાકરે પોતાના દીકરા આદિત્ય ઠાકરે સાથે સરયૂ આરતીમાં સામેલ થશે. શિવ સેનાના કાર્યક્રમને લઈને અયોધ્યામાં ખૂણે ખૂણે પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. કાર્યક્રમ દરમિયાન ડ્રોનથી પણ નજર રખાઈ રહી છે.

UPDATE AT 4.20 PM

અયોધ્યા: અયોધ્યા પહોંચેલા શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના દીકરા સાથે કિલ્લા પહોંચ્યા છે. જ્યાં કેટલાંયે શિવ સૈનિકોની હાજરી છે. આશરે 26 વર્ષો બાદ શિવ સેના અયોધ્યા પહોંચી છે. જેને પગલે હાલ લક્ષ્મણ કિલ્લા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Ayodhya: Shiv Sena chief Uddhav Thackeray with son and wife at Laxman Kila
Ayodhya: Shiv Sena chief Uddhav Thackeray with son and wife at Laxman Kila

ઉલ્લેખનીય છે કે શનિવાર-રવિવાર દરમિયાન શિવ સેના અને વિશ્વ હિંદૂ પરિષદના આ કાર્યક્રમને પગલે રામ જન્મભૂમિ પર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હાલમાં મળી રહેલા સમાચારો પ્રમાણે અયોધ્યામાં રહેતા મુસ્લિમ સમાજના લોકો બે દિવસ માટે અયોધ્યા છોડી રહ્યાં છે. જોકે બીજી બાજુ પ્રશાસન સ્થાનિકોમાં એવો કોઈ ભય ન હોવાનો અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે બિલકુલ સજ્જ હોવાની વાત કરી રહ્યું છે.

UPDATE AT 1.58 PM

READ  Vadodara : Causeway of kanteshwar village submerged, residents unable to go out of homes

શિવસેનાના આશીર્વાદ ઉત્સવમાં ભાગ લેવા શિવ સેના પ્રમુખ પહોંચ્યા અયોધ્યા

રામ નગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માગ સાથે હજારો શિવ સૈનિકો અયોધ્યા પહોંચ્યા છે ત્યારે હાલ શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી ગયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે  ઉદ્ધવ ઠાકરે ચાંદીની એક ઈંટ લઈને પહોંચ્યા છે જે તેઓ સંતોને આપશે.

Udhav Thackrey reaches Ayodhya
Udhav Thackrey reaches Ayodhya

 

Udhav Thackrey reaches Ayodhya

શિવસેનાના આશીર્વાદ ઉત્સવમાં ભાગ લેવા અયોધ્યા પહોંચ્યા છે હજારો શિવસૈનિકો. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પત્ની અને દીકરા સાથે મુંબઈથી થયા રવાના

Shiv Sena chief Uddhav Thackeray leaves for Ayodhya
Shiv Sena chief Uddhav Thackeray leaves for Ayodhya

ભગવાન રામની નગરી અયોધ્યામાં શનિવારે ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અહીં રામ મંદિર નિર્માણની માગને લઈને શિવસેના તેમજ વિશ્વ હિંદૂ પરિષદ અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યાં છે. શિવસેના અહીં આશીર્વાદ ઉત્સવનું આયોજન કરી રહ્યું છે તો વિશ્વ હિન્દૂ પરિષદ રવિવારે ધર્મસભાનું આયોજન કરી કરી રહ્યું છે. જેના માટે સેંકડો શિવસૈનિકો મહારાષ્ટ્રથી બે ટ્રેનો દ્વારા અયોધ્યા પહોંચી ગયા છે.

આ પણ વાંચો: જાણો કેવી રીતે અંગ્રેજોએ 165 વર્ષ પહેલા અયોધ્યામાં સર્જાયેલા વિવાદને કર્યો હતો શાંત!

સાથે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ બપોરે અયોધ્યા પહોંચશે. તેઓ મુંબઈથી અયોધ્યા માટે રવાના થઈ ચૂક્યા છે. અહીં તેઓ સાધુ-સંતો સાથે મુલાકાત કરશે. સૂત્રોના કહેવા પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે રામ મંદિર નિર્માણ માટે મહારાષ્ટ્રથી પોતાની સાથે ચાંદીની ઈંટ લઈને નીકળ્યા છે જેને તેઓ સંતોને આપશે. ત્યાં શિવસેના અધ્યક્ષની સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે અને તેમના દીકરા તેમજ શિવસેના નેતા આદિત્ય ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યાં છે.

મુખ્યમંત્રી યોગીએ બોલાવી મોટી બેઠક

અયોધ્યામાં શનિવારે શિવસેના અને રવિવારે થનારા વિશ્વ હિંદૂ પરિષદના કાર્યક્રમને લઈને માહોલ ગરમાયો છે. તેવામાં ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવા એક મોટી બેઠક બોલાવી છે. આ બેઠક શનિવારે લખનઉમાં મોડી સાંજે 8.30 કલાકે થશે. મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં અયોધ્યામાં હાલમાં ચાલી રહેલી સ્થિતિ પર ચર્ચા થશે.

READ  Diwali 2018|| Chopda Pujan Shubh Muhurat and Timings

Video: 

કોંગ્રેસે સાધ્યું નિશાન

તો બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે અયોધ્યામાં શિવસેના પ્રમુખના આગમન પહેલા માહોલને કોમી બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જે કોઈ પણ રીતે ન થવું જોઈએ. તેમણે કહ્યું કે રામ મંદિરનો મામલો હજી પણ કોર્ટમાં છે. એટલે સૌએ રાહ જોવી જોઈએ અને આંતરિક સમજૂતીનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. પરંતુ જેવી રીતે સરકારના સહયોગી નેતા અયોધ્યાના માહોલને છંછેડી રહ્યાં છે તેનાથી અહીંનો માહોલ ખરાબ થવાથી કોઈ નહીં રોકી શકે.

રવિવારે વિશ્વ હિંદૂ પરિષદનો કાર્યક્રમ

અયોધ્યામાં રવિવારે વિશ્વ હિંદૂ પરિષદ તરફથી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો શનિવારે શિવસેના પ્રમુખના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. શનિવારે અયોધ્યાની તમામ સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવ્યા છે.

મોટી સંખ્યામાં પોલીસના જવાનો તૈનાત

અયોધ્યામાં શાંતિ જળવાઈ રહે તે માટે શહેરની સુરક્ષાની જવાબદારી ADGP સ્તરના પોલીસ અધિકારીને સોંપી દેવાઈ છે. તે સિવાય, 3 SSP, 10 ASP, 21 DSP, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, PACની 42 કંપની, RAFની 5 કંપની તેમજ ATS કમાન્ડોનો કાફલો ખડકી દેવાયો છે. ડ્રોન કેમેરાની મદદથી દરેક ત્યાંની દરેક ગતિવિધિઓ પર નજર રખાઈ રહી છે. તો બીજી બાજુ અયોધ્યાના કલેક્ટર અનિલકુમારે કહ્યું છે કે પ્રશાસન સ્થાનિક લોકોના સતત સંપર્કમાં છે. ત્યાં ભયનો માહોલ બિલકુલ નથી. દરેક ઝોનના તમામ અધિકારી 24 કલાક કેમ્પ લગાવીને નજર રાખી રહ્યાં છે.

READ  Kill cops instead of committing suicide : Hardik Patel to Youth - Tv9 Gujarati

Video:

લોકોમાં ભયનો માહોલ

તો ચારેય બાજુ ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં એવું કહેવાઈ રહ્યું છે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. એટલે સુધી કે લોકોએ જીવનજરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક પણ ઘરમાં રાખી લીધો છે. સૌ પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહે તેમ માનીને સૌ કોઈ ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યાં છે. કેટલાંયે લોકોને એ ડર છે કે ક્યાંક 6 ડિસેમ્બર, 1992ની ઘટના ફરીથી ઘટી ન જાય.

આ છે ઉદ્ધવ ઠાકરેનો પ્લાન

શિવસેના પ્રમુખ બપોરે 2 વાગ્યે અયોધ્યા પહોંચશે અને 3 વાગ્યે તેઓ લક્ષ્મણ કિલ્લા પર પહોંચશે, ત્યારબાદ તેઓ આશીર્વાદોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે. સાંજે 5.15 કલાકે નવા ઘાટ પર સરયૂ આરતીમાં ભાગ લેશે. 25 નવેમ્બરે સવારે 9 વાગ્યે તેઓ જન્મભૂમિ રામલલાના દર્શન કરશે. બપોરે 12 કલાકે અયોધ્યામાં જ પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારબાદ બપોરે 1 કલાકે જનસંવાદ કરશે અને 3 કલાકે મુંબઈ માટે રવાના થશે.

[yop_poll id=37]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

One more case of suspected Congo fever reported in Bhavnagar| TV9GujaratiNews

FB Comments