અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષ બાદ હિંદુ મહાસભાએ પણ SCમાં કરી પુનર્વિચાર અરજી

babri ram manidr review petition by hindu mahasabha know the full details

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો તો આપી દીધો છે. જેમાં અલગ મસ્જિદ માટે જમીન આપવામાં આવી છે અને અયોધ્યાની જમીન પર રામમંદિર ટ્ર્સ્ટ રચીને બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 5 એકર જમીન મસ્જિદ માટે ફાળવવામાં આવી છે. આ ચુકાદા બાદ પણ મુસ્લિમ પક્ષે તો હવે હિંદુ મહાસભાએ રિવ્યૂ પિટીશન દાખલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ayodhya-verdict-hindu-mahasabha-files-review-against-direction-to-allot-5-acres-for-mosque-

આ પણ વાંચો :  પશુપાલકો માટે ખૂશ ખબરઃ અમૂલ ડેરીએ દૂધની ફેટની કિંમતમાં 10 રૂપિયાનો કર્યો વધારો

આ બાબતે મુસ્લિમ પક્ષે પુનર્વિચાર અરજી કોર્ટમાં દાખલ કરી છે. 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેની પર ફરીથી વિચારણા કરવાનું કહેવામાં આવ્યું છે. આ બાજુ હિંદુ મહાસભાએ પણ પુનર્વિચાર અરજી દાખલ કરી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હિંદુ મહાસભાએ પુનર્વિચાર અરજી દાખલ કરી શું કરી માગણી?
હિંદુ મહાભાએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરી છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે અયોધ્યામાં જમીન વિવાદ તો રામમંદિર-બાબરી મસ્જિદનો જ હતો. આ કેસમાં કોર્ટે કહ્યું કે રામમંદિર પહેલાં ત્યાં હતું અને ચુકાદો રામલલ્લાના પક્ષમાં આપ્યો. તો મસ્જિદ માટે કેવી રીતે 5 એકર જમીનની ફાળવણી કરવામાં આવી. આ 5 એકર જમીન ન આપવી જોઈએ એવી માગણી પુનર્વિચાર અરજીમાં કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ayodhya-verdict-hindu-mahasabha-files-review-against-direction-to-allot-5-acres-for-mosque-

આ સિવાય સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવી તે અસંવિધાનિક હતું. આ ટિપ્પણીને પણ હટાવવા માટે હિંદુ મહાસભાએ અરજીમાં કહ્યું છે. જે બાબતે તર્ક આપ્યો છે કે આ ટિપ્પણીની અસર સીબીઆઈ ટ્રાયલ કેસમાં પડી શકે છે. ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ તોડી પાડવાનો કેસ સીબીઆઈની વિશેષ અદાલતમાં ચાલી રહ્યો છે. તે લખનઉં શહેરમાં ટ્રાયલમાં છે.

 

 

Oops, something went wrong.
FB Comments
READ  રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ, CM યોગી આદિત્યનાથે મથુરા DMને કર્યો ફોન