જાણો એ અધિકાર વિશે જેનો ઉપયોગ કરીને SCએ મુસ્લિમ પક્ષને જમીન આપી

અયોધ્યા મામલે અંતે ચુકાદો આવી ગયો છે. દેશમાં શાંતિનો માહોલ જળવાઈ રહે અને ભાઈચારા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપીને વિવાદીત જમીન રામલલ્લાને આપી છે તો અયોધ્યામાં જ 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવાનો આદેશ સુપ્રીમકોર્ટે આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દરેક સીઝનમાં રહેવું છે ફિટ? અપનાવો આ 6 ટીપ્સ! જુઓ VIDEO

Important order of the Supreme Court

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરી સરકાર બનાવવા આપ્યો સમય

ઉત્તરપ્રદેશ સરકારે આ જમીન આપવાની રહેશે અને ત્યાં મુસ્લિમ પક્ષ મસ્જિદ બનાવી શકશે. તમને થતું હશે કે ભારતની સર્વોચ્ચ અદાલત જમીન કેવી રીતે આપી શકે? આ સવાલનો જવાબ ભારતના સંવિધાનમાં છે. ભારતના સંવિધાનના નિર્માણ વખતે અનુચ્છેદ 142માં સુપ્રીમકોર્ટને વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. આ વિશેષાધિકારના લીધે સુપ્રીમકોર્ટ પર્યાવરણ, વંચિતોનો પ્રશ્ન હોય ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે છે.

READ  ભારત સામે યુદ્ધની ડંફાસો હાંકતા પાકિસ્તાન સામે ભારતની તાકત બમણી છે, વિશ્વમાં સૈન્ય તાકાતમાં ભારત ચોથા ક્રમાંકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અનુચ્છેદ 142નો ઉપયોગ ભારતીય સંવિધાન મુજબ સુપ્રીમ કોર્ટે કર્યો અને જેના લીધે ઉત્તરપ્રદેશ સરકારે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપવી પડશે. આ બાબતે ઉત્તરપ્રદેશ સરકારને તમામ સહયોગ આપવા માટે પણ કોર્ટે કહ્યું છે. જ્યારે પણ કોઈ લાંબા સમયથી મામલો કોર્ટમાં ચાલતો હોય ત્યારે આ વિશેષાધિકારનો સુપ્રીમ કોર્ટ ઉપયોગ કરી શકે છે અને આદેશ આપી શકે છે. ભોપાલ ગેસ દૂર્ઘટનાના કિસ્સામાં પણ સુપ્રીમ કોર્ટે આ અધિકારનો ઉપયોગ કર્યો હતો.

READ  રામમંદિર ટ્રસ્ટને લઈ ગૃહપ્રધાન અમિત શાહની વધુ એક મોટી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Oops, something went wrong.
FB Comments