પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળ, આઝાદી માર્ચ પહોંચી ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં કોઈપણ સમયે સત્તા પરિવર્તન થઈ શકે છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે. અને તેના રાજીનામાની માગણી શરૂ થઈ ચૂકી છે. આઝાદી માર્ચ આજે ઈસ્લામાબાદ સુધી પહોંચી ગયું છે. આ આંદોલનનું નેતૃત્વ પાકિસ્તાનનું સૌથી મોટું ધાર્મિક સંગઠન જમિયત-ઉલ-ઈસ્લામ અને પ્રમુખ ફઝલુર્રહમાન કરી રહ્યા છે.

READ  વડોદરા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓની સાથે ગેરવર્તુણુંક કર્યાનો આક્ષેપ, પ્રેકટીકલ પરીક્ષામાં ન પુછવાના પૂછ્યા સવાલો, જુઓ VIDEO

આ પણ વાંચોઃ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 5 તબક્કામાં યોજાશે મતદાન

ફઝલૂર્રહમાનની આગેવાનીમાં પાકિસ્તાનના કરાચી સહિત તમામ મોટા શહેરોમાંથી 27 ઓક્ટોબરે આઝાદી માર્ચ શરૂ કરી હતી. જેની અસર પાકિસ્તાનની રાજનીતિ પર છેલ્લા 5 દિવસથી દેખાઈ રહી છે. પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાંથી લોકો જોડાઈ રહ્યા છે. અને માર્ચ હવે ઈસ્લામાબાદ તરફ પહોંચી ગયું છે. આઝાદી માર્ચ 31 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં પહોંચવાનું હતું. પરંતુ લાહોર ટ્રેન ઘટનામાં 70થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેને લઈને આંદોલનની તારીખમાં એક દિવસનો ફેરફાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ દિવસ પછી જો તમે WhatsApp પર ધડાધડ મેસેજ કરશો તો તમારું એકાઉન્ટ થશે બંધ

14 મહિનામાં ઈમરાનની સત્તાને ઉથલાવવાની કોશિશ

ઈમરાન ખાનને પાકિસ્તાનની સત્તા સંભાળ્યાને માત્ર 14 મહિનાનો સમય થયો છે. અને વિપક્ષી પાર્ટી પોતાના સમર્થકો સાથે આંદોલન કરવા રસ્તા પર આવી ગઈ છે. બેરોજગારી, ગરીબી, મોંઘવારીના મુદ્દા સાથે પાકિસ્તાનની જનતા રસ્તા પર ઉતરી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, જુઓ VIDEO

 

 

FB Comments