મસૂદના ભાઈએ જ ખોલી નાખી પાકિસ્તાનની વધુ એક પોલ, ભારતની AIR STRIKEથી જૈશ એ મોહમ્મદને ભારે તબાહી થયાની કબૂલાત, પણ દિગ્વિજયે માંગ્યા પુરાવા !

પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇકથી જૈશને ભારે નુકસાન થયું છે, પરંતુ દિગ્વિજય સિંહ સબૂત માંગી રહ્યા છે.

 

ભારતીય વાયુસેનાએ ગત 26 ફેબ્રુઆરીની વહેલી સવારે પીઓકેમાં ઘુસીને જૈશ એ મોહમ્મદ પર 1000 કિલો બૉંબ વરસાવ્યા હતાં, પરંતુ પાકિસ્તાન હજી સુધી ભારતે ઍર સ્ટ્રાઇક કરી વાતને નકારી રહ્યું છે, તો બીજી બાજુ પાકિસ્તાનના દાવાની પોલ જૈશના ચીફ મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્મારે જ ખોલી દીધી છે.

મૌલાના અમ્મારે એક ઑડિયો ક્લિપમાં આ વાત માની છે કે ભારતના લડાકૂ વિમાનોએ પીઓકેમાં આવેલા ખૈબરપખ્તૂનવા પ્રાંતના બાલાકોટમાં ભારે તબાહી મચાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઑડિયો ક્લિપમાં મૌલાના અમ્માર ‘મર્કાઝ’ (ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર) પર બૉંબ વરસાવ્યાની વાત કરી રહ્યો છે. આ ઉપરાંત તે ભારતીય લડાકૂ વિમાનો દ્વારા તે ઠેકાણાઓને તબાહ કરવાથી અત્યંત નારાજ છે કે જેમાં જેહાદના પાઠ ભણાવવામાં આવે છે.

READ  વાયુસેનાની સ્પાઈસ 2000 બોમ્બનું એડવાન્સ વર્ઝન ખરીદવાની તૈયારી, એર સ્ટ્રાઈકમાં આ બોમ્બનો ઉપયોગ થયો હતો

ઑડિયોમાં મૌલાના અમ્માર કહે છે, ‘આજે જ્યારે દુશ્મને પહાડોને ઓળંગી અમારી જમીનમાં ઘુસી ઇસ્લામિક સેંટર પર હુમલો કર્યો, દુશ્મને પોતે જ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. દુશ્મને જંગનો આગાઝ કરી દીધો છે.’

માનવામાં આવે છે કે અમ્મારે ભારતની ઍર સ્ટ્રાઇકના બરાબર એક દિવસ બાદ પાકિસ્તાનના પેશાવર ખાતે યોજાયેલી એક જાહેરસભામાં આ વાત કહી હતી કે જેની ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે.

READ  લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો 'કિંગમેકર'ની ભૂમિકા નિભાવશે

આ તો વાત થઈ અમ્મારની, પરંતુ ભારતના રાજકારણીઓમાં મોદી સરકાર અને વાયુસેનાએ કરેલી ઍર સ્ટ્રાઇકને લઈને વિવાદાસ્પદ નિવેદનોનો સિલસિલો ચાલુ છે.

અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ બાદ હવે કૉંગ્રેસના બહુ બોલકણા નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પાસે પીઓકેમાં કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા છે.

દિગ્વિજય સિંહે કહ્યું, ‘જે રીતે અમેરિકાએ ઓસામા બિન લાદેન વિરુદ્ધ કાર્યવાહીના પુરાવા જાહેર કર્યા હતા, તેવી જ રીતે આપણે પણ પુરાવા જાહેર કરવા જોઇએ.’ જોકે દિગ્વિજયે સ્પષ્ટતા કરી, ‘હું સેનાની કાર્યવાહી પર કોઈ સવાલ નથી ઊઠાવી રહ્યો. આ ટેક્નિકનો યુગ છે, આજે આપણએ વાત કરી રહ્યા છીએ, આ કોઈનાથી છુપાયેલું નથી. ખુલ્લામાં તો સેટેલાઇટના માધ્યમથી તમામ તસવીરો સામે આવી જાય છે. જે પ્રકારના પુરાવા અમેરિકાની સરકારે લાદેન વિશે આખા વિશ્વને આપ્યા હતાં, તેવી જ રીતે આપણે પણ પ્રમાણ આપવા જોઇએ.’

READ  IPL પહેલાં જ MS ધોનીએ 5 બોલમાં ફટકારી 5 સિક્સ, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments