બાબા રામદેવે સાધુ-સંન્યાસીઓને લઈને આપી દીધો દેશમાં ચર્ચા માટે મુદ્દો, ભારત રત્ન પુરષ્કારને લઈને ઉઠાવ્યો મોટો સવાલ

બાબા રામદેવ હાલ મિડીયામાં ખુબ ચર્ચામાં છે. બે દિવસ પહેલા જ તેઓએ કહ્યું હતું કે બે થી વધારે બાળકો પેદા કરવાવાળાને મતદાનનો અધિકાર ન આપવો જોઈએ. ત્યારબાદ તેઓએ ફરી ભારતરત્ન આપવા પર સવાલ ઊભો કર્યો છે. 

બાબા રામદેવે આઝાદી પછી અત્યાર સુધી કોઈ પણ સંન્યાસીને ભારત રત્ન ન આપવા પર સવાલ કર્યો હતો. આઝાદીના 70 વર્ષો પછી પણ એક પણ સંન્યાસીને ભારત રત્ન મળ્યો નથી. હું સરકારને આગ્રહ કરુ છુ કે ભવિષ્યમાં સંન્યાસીને પણ ભારત રત્ન આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ વખતે ભારત રત્ન પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજી, પ્રસિધ્ધ સંગીતકાર ભુપેન હજારિકા અને RSSથી જોડાયેલા નેતા અને સામાજીક કાર્યકર્તા નાનાજી દેશમુખને આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Mosquito breeding in govt hospitals posing threat to the lives of people| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

‘આંદોલનકારી’ હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

Read Next

નોકરી છોડો અને બની જાવ સોમવર્ધનની જેમ સફળ ખેડુત, 10હજાર રૂપિયામાં ખેતીનો ધંધો શરૂ કરવાવાળો એક યુવાન હવે કમાય છે 25લાખ રૂપિયા

WhatsApp પર સમાચાર