વિદેશી બ્રાન્ડ કરતાં 50 ટકા ઓછી કિંમતે મળશે ગુજરાતમાં પતંજલિના સ્વદેશી કપડાં!

આયુર્વેદિક દવાઓ, બ્યુટી પ્રોડક્ટ, કોસ્મેટિક પ્રોડક્ટ, ઘરવખરીના સામાન બાદ હવે બાબા રામદેવે કપડાના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે. બાબા રામદેવની કંપની પતંજલિ દ્વારા અમદાવાદમાં પતંજલિ પરિધાન શૉરૂમ ખોલવામાં આવ્યો છે જ્યાં કુર્તાથી લઈને જીન્સ સુધીના તમામ કપડાં મળશે. અહીં મહિલા અને પુરૂષોના રેડીમેડ કપડાં મળશે. બાબા રામદેવના હસ્તે આજે પતંજલિ પરિધાન શૉરૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.

આ દરમિયાન તેમણે વાત કરતા કહ્યું કે વિદેશી બ્રાન્ડેડ કપડાં કરતા 50 ટકા ઓછા ભાવે તેમના સ્ટોરમાં કપડાં મળશે. તેમનો ઉદ્દેશ્ય વિદેશી કંપનીઓની લૂંટ બંધ કરવાનો છે. મહત્ત્વનું છે કે અમદાવાદ બાદ વડોદરામાં પણ પતંજલિ પરિધાન સ્ટોરનું ઉદ્ધાટન કરવામાં આવશે.

વીડિયો જુઓ:

માત્ર કપડાં નહીં, ઘરેણાં પણ

બાબા રામદેવે કહ્યું કે પતંજલિ પરિધાનમાં 3 હજાર નવી પ્રોડક્ટ્સ મળશે. ન માત્ર કપડાં પરંતુ એક્સેસરીઝ અને ઘરેણાં પણ મળશે. તેમના કહેવા પ્રમાણે 5 હજારમાં મળતું બ્રાન્ડેડ જીન્સ 500 રૂપિયામાં મળશે. પતંજલિ પરિધાનમાં સ્પોર્ટ્સ વેર, એથનિકવેર, મેન્સવેર જેવી અલગ અલગ કેટેગરીઝમાં કપડાં મળશે. લિવ ફિટ, આસ્થા અને સંસ્કાર જેવી કેટેગરીઝમાં કપડાં મળશે.

વીડિયો: રામ મંદિર નિર્માણ પર શું બોલ્યા બાબા રામદેવ?

દેશમાં જ બનશે પતંજલિના પરિધાન

બાબા રામદેવનું કહેવું છે કે પતંજલિ પરિધાનના કારણે દેશની આર્થિક સ્વતંત્રતામાં પણ ઘણો બદલાવ આવશે. બાબા રામદેવે 2016માં કપડાની લાઈનની ઘોષણા કરી હતી. કંપનીનો દાવો છે કે સ્વદેશી જિન્સ ભારતીયો, ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ આરામદાયક હશે.

રૂ.1100માં કૉમ્બો

હાલ પતંજલિ પરિધાનના એક ટી-શર્ટ અને એક જીન્સનો કોમ્બો રૂ.1100માં મળે છે. ઓછા ખર્ચે, વધુ આરામદાયક કપડાં લોકોને મળી રહે તે આશયથી બને તેટલી ઓછી કિંમતે કપડાંનું વેચાણ કરવામાં આવશે તેમ બાબા રામદેવ અને કંપનીના કર્મચારીઓનું કહેવું છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Maharashtra : Celebration visuals of Maratha king Chhatrapati Shivaji Maharaj jayanti

FB Comments

Hits: 3341

Comments are closed, but trackbacks and pingbacks are open.