પહેલાં પતંજલિ પ્રોડક્ટસ પછી પરિધાન અને હવે ‘પતંજલિ JOBS’! યુવાનોને નોકરીની તક આપવાનો બાબા રામદેવનો માસ્ટર પ્લાન

આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે જેના માટે સરકાર દ્વારા વિવિધ નોકરીઓના દાવા કરવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે યોગગુરૂ બાબા રામદેવ દ્વારા દેશમાં 34 હજાર નોકરીઓ આપવાનો દાવો કરી રહ્યા છે. આ નોકરીઓ અલગ અલગ ક્ષેત્રોમાં આપવામાં આવશે. તાજેતરમાં બાબા રામદેવના પતંજલિ ગ્રુપ દ્વારા આંધ્ર પ્રદેશના વિજયનગર જિલ્લામાં 634 કરોડના વિશાળ ફૂડ પાર્કની સ્થાપના કરશે.

કેવી રીતે મળશે નોકરી ?

આ પ્રોજેક્ટ માટે બાબા રામદેવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત પણ કરી છે. આંધ્ર પ્રદેશના CMO તરફથી આ મામલે માહિતી આપી છે. જેમાં જાણકારી આપાવમાં આવી છે કે પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક ચિન્નારાવપલ્લી ગામમાં 172.84 એકર વિસ્તારમાં પાર્ક લગાવવામાં આવશે. જેનાથી અંદાજીત 33,400 લોકોને રોજગાર મળી શકે છે.

આ પણ વાંચો : સુરતનો વિશ્વમાં ફરી વાગશે ડંકો, દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં મોખરે

ફૂડ પાર્કમાં મુખ્ય સુવિધાઓ જેવી કે કોલ્ડ સ્ટોરેજ, મસાલા અને અનાજને સંગ્રહ કરવા માટેની પેકિંગની સુવિધાઓ અને ગોડાઉનની સ્થાપના કરવામાં આવશે. આ ફૂડ અને હર્બલ પાર્કમાં 45.20 કરોડના ખર્ચનો જ્યુસ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. જેમાં દિવસ દરમિયના 1500 ટનથી વધુ ફળોના જ્યુસ નીકળવામાં આવશે.

આ પણ વાંચો : તમે તમારો આધારકાર્ડ સરકારી રેકોર્ડમાંથી દૂર કરાવી શકશો પણ થશે મોટું નુકસાન

ફૂડ પાર્કથી રાજ્યમાં ખેડૂતોને સીધે સીધો લાભ પહોંચાડવામાં આવશે. તેમજ મોટી સંખ્યામાં રોજગારીની તકો પણ ઊભી કરવામાં આવશે. આ અંગેની નોકરી અને તેના ઉપરાંતની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Pulwama Attack: Yuva Sena thrashes Kashmiri students in Maharashtra, video goes viral- Tv9

FB Comments

Hits: 93

Comments are closed, but trackbacks and pingbacks are open.